ચાય પત્તી પાણીને સંગ
ઊકળે ત્યારે જામે જંગ
કેસરધાગા એક બે નંગ
લીલી ચા સંગ નિખરે રંગ
ઊકળે દૂધ ને મીસરી સંગ
આદૂ ફૂદીનો થઈ જાય તંગ
લવિંગ તજ નો રાતો રંગ
સૂંઠ ગંઠોડા મરીને સંગ
સોડમ પ્રસરે એલચી સંગ
તરોતાજા રેલાય સુગંધ
નિખરી નિખરી ખૂબ સજે
વરાળ બની પાણી ત્યજે
ચા અને ચાહતને સંગ
સ્ફૂર્તિ પ્રસરે અંગે અંગ..
-કામિની