Quotes by Kamini Shah in Bitesapp read free

Kamini Shah

Kamini Shah

@kamini6601


એક બે બોલ તો પ્રેમના
બોલ
નજરોથી નહીં અંકાય
પ્રેમના મોલ…
-કામિની

સફરનો અંત ક્યારે
આવશે કોને ખબર
એકલતાની કેડીએ યાદો
બની છે હમસફર …
-કામિની

વાહ! ખુદા કહી આખરી
વિદાય લીધી હશે
થિરકતા તાલે જન્નતની
સીડી ચઢી હશે…
-કામિની

થિરકતા તાલનો લય
ગયો
બેનમૂન માંહ્યલો વિલય
થયો…
-કામિની

તરસતી ક્ષણો તત્પર હતી
મુલાકાત માટે આતુર હતી…
-કામિની

વળાંક આવતાં જ
દિશા ફંટાઈ ગઇ
સફર જિંદગીની ત્યાંથી
જ બદલાઈ ગઈ…
-કામિની

ખીલેલાં પુષ્પો ઉપવન
સજાવે
ખરેલાં પુષ્પો ખુશ્બુ
રેલાવે…
-કામિની

પ્રીતનાં બંધન
સ્પર્શ્યાં સ્પંદન
મહેંકયા અંતરમન…
-કામિની

વિહંગ ઊડે ખુલ્લા
આભે
મન ઊડે વિના
પાંખે…
-કામિની

પ્રણયની મહેંક દિલમાં
હજી પણ તરબતર છે
મારો સાથ તારો હાથ
આજનમ બરકરાર છે …
-કામિની