તારામાં ખોવાઈ ગયાની વાત છે ,
દિલમાં ઉઠેલા એ જંજવાતની વાત છે ,
મારા કરી ચૂકેલા એ એકરારની વાત છે ,
તું યાદ આવે એ તારા હોવાપણાની વાત છે ,
પાગલ થઈને ફરું છું તારી પ્રીતમાં ,એવા ગાંડપણની વાત છે ,
તારી યાદમાં જોયાલા એ સપનાની વાત છે ,
તારા વગર આથમતી એ દરેક સાંજની વાત છે ,
ચાલ મળીશું કયારેક , એવી સંભાવનાની વાત છે ,
મારી દરેક હરકતોના નજારતની વાત છે ,
બસ હળવી એ મુસ્કાનમાં ધાયલ થયાની વાત છે…