Quotes by Gor Dimpal Manish in Bitesapp read free

Gor Dimpal Manish

Gor Dimpal Manish Matrubharti Verified

@gordimpalmanish8875
(140)

ઝરમરના સરગમમાં વૈશાખી પવન તાલ મિલાવે,
ઝૂક્યું એક વાદળ આસમાનેથી અમસ્તુ જો આમ
ને હૈયાં ના ઉચાટમાં આજ કોઈ ગુફ્તેગુ કરી જાય.
હળવેકથી સ્પર્શી ગયું કોઈ જાણે અમસ્તુ સ્વપ્નમાં.

જય શ્રી કૃષ્ણ
-શ્રી

Read More

https://www.matrubharti.com/book/19973567/the-colors-of-a-peacock-feather-poetry-collection
open this link
મોરપંખના રંગો કાવ્ય સંગ્રહ આજે publish થઈ છે
ખુબ આભાર માતૃભારતી 🙏

Read More

કોણ આવે છે યાદ એ તો પૂછી લીધું!
પણ દિલમાં મારા નામનું રટણ કરી લીધું.

કેવી છે આ કશ્મકશ દિલમાં કેમ કહું!
નજર સામે છો છતાં બંધ આંખે જોવું.

ભીની આંખે સળવળે પડછાયો આછો!
ને હસતાં ચહેરે કહેવાઈ ગયું આવજો.

શાંત કરવા પડયા એ બધાં જ દર્દ હવે!
વરસી રહ્યું વાદળ વગર વરસાદ બધે.

જય શ્રી કૃષ્ણ
- શ્રી

Read More

ઉદાસીનતા દિલમાં એ
રીતે સાચવી રાખી.
શબ્દોના મૌનમાં, ટેરવાના સ્પર્શમાં,
નયનોનાં સ્નેહમાં
અનેઅંતે
અશ્રુના તોફાની મોજામાં.
જય શ્રી કૃષ્ણ
-શ્રી

Read More