મારાં સગાં બે ભાઈઓ અને ત્રણ પિતરાઈ ભાઈઓ,
સંયુક્ત પરિવારમાં માં રહેતા અમે,
પાંચ ભાઈઓ વચ્ચે હું એક બહેન.
મારા કરતાં બધા નાના...
આઠ, દસ, અગિયાર, બાર, તેર વર્ષ નો ફેર...
એક દિવસ બહાર થી ઘરે આવી તો એ પાંચેય લડતા હતા.....
મમ્મી, કાકી, હું બધાએ પૂછ્યું પણ એમનું લડવાનું શરૂ જ રહ્યું....
સ્કૂલ મૂકવા કોણ જશે??
કોણ તૈયાર કરશે??
કોણ રમાડશે??
હોમવર્ક કોણ કરાવશે??
જમાડશે કોણ???
એવા એવા પ્રશ્નો માટે એ લડી રહ્યા હતા.....
પણ આ બધું કોનાં માટે એવું પૂછ્યું પછી ખબર પડી એ લોકો વિચારતા હતા કે હું નાની થઈ જાઉં તો એ બધા મને કેમ રાખશે???
મમ્મી અને કાકી એ આ વાત પર હસી દીધું પણ ખબર નહીં કેમ હું આ વાત પર ખૂબ જ રડી....
બધા ભાઈઓ માટે હું શું છું એ વગર કહ્યે જ કહેવાય ગયું...... અને મારા ભાઇઓ મારા માટે શું છે એ એમના વર્તન માં દેખાઈ ગયું...
#Rakshabandhan