“શક્તિ એક ધાગાની”
#Rakshabandhan
હતી શક્તિ એક ધાગા મહીં, કરતી એ રક્ષા બંને પક્ષની!
હતી વિશ્વાસની વાત એ, વાત એ લાગણીની બંને પક્ષની!
દ્રૌપદી ને કૃષ્ણ, યમ ને યમુના, દેવી લક્ષ્મી ને રાજા બલિ,
ઇતિહાસ સાક્ષી રહ્યો એનો, કરતો દોરો રક્ષા બંને પક્ષની!
વળી, બાદશાહ હુમાયુ ને રાણી કર્ણાવતી, રાખી લાજ
એ મુસલમાને પણ એ દોરાની, ને થઈ રક્ષા બંને પક્ષની!
ભોગ છે બળાત્કાર ને અગણિત અત્યાચારનો સ્ત્રી, અહીં
પરેશાન છે પુરુષ પણ જો, થાય રક્ષા ક્યાંથી કોઈ પક્ષની!
ઉજવે સૌ ધામધૂમથી આજે રક્ષાબંધન, પણ, ના પ્રેમ જ્યાં,
ના રહ્યો વિશ્વાસ, એકમેકનો, રક્ષા ક્યાંથી થાય કોઇ પક્ષની!
હતી શક્તિ એક ધાગા મહીં, કરતી એ રક્ષા બંને પક્ષની!
હતી વિશ્વાસની વાત એ, વાત એ લાગણીની બંને પક્ષની!
નિશા પટેલ