priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

જ્યારે લગાવું છું, તને ગળે
સ્વર્ગમાં હોઉં એવું લાગે છે એ પળે

Happy HUG Day 💝

#priten 'screation

એ પળ મારા માટે ખાસ હતી,
જ્યારે તું,
નાનું બાળક જે રીતે teddy 🧸 ને વળગી જાય તે રીતે મને વળગી ગઈ હતી. ❤️

Happy *teddy 🧸 day* dear.

#priten 'screation

તરસ તો મારી પાણી ના લોટાથી
પણ બુઝાઈ જવાની હતી,
પણ અફસોસ,
હું એવું વિચારીને તરસ્યો રહ્યો કે,
પહેલા હું ટાંકી ભરી લઉં
અને પછી શાંતિથી લોટો પાણી પીશ 😪

બસ આજ રીતે આપણે જિંદગીમાંથી ખુશીઓ ને pospone કરીએ છીએ. અનુભવ ઉપરથી એ શીખ્યો છું કે ખુશીઓ હંમેશા નાની નાની વસ્તુઓમાંથી મળે છે, નહી કે મોટી વસ્તુઓથી..

કોઈ પણ વસ્તુ વગર કેવી રીતે ખુશ થવું એ શીખવું હોય તો નાના બાળકો જોડેથી શીખાય. *Happiness is a mind state not a physical thing, and cannot be achieved through physical things.* (But physical thing can surely give temporary happiness)

#priten 'screation

ફૂલોને કચડી નાખીને અત્તર બનાવે છે
અને પછી rose 🌹 day મનાવે છે.

હે માનવ, તું કેમ બીજાને સતાવે છે.

Happy Rose day.

#priten 'screation

માથા ઉપર બરફ
અને
જીભ ઉપર બરફી. (મીઠાશ)

આ છે સફળ જીવનનું રાઝ

#priten 'screation

જો આપણે ઈચ્છતા હોઇએ કે
લોકો વખાણ કરે, તો આપણે
આપણી આગવી ઓળખાણ
ઊભી કરવી પડે.

#priten 'sceeation

અભિમાન રૂપી અજગર જેને ભરડો લે છે, એનું પતન નિશ્ચિત છે.

પોતાના ને પણ પારકા કરી દે અને દોસ્તને પણ દુશ્મન બનાવી દે એવો હોય છે અભિમાનનો દુષપ્રભાવ..

*જેને ચડ્યું અભિમાન*
*ચોક્કસ એ ગુમાવશે માન*

#priten 'screation

*ઝાકળ બની ને રોઈ રહ્યા હતા પુષ્પો, એમ વિચારીને*
*કાલે કોઈના લગ્નમાં સજવા થઈ જશે કતલ* 😪

લગ્ન પાછળ એટલો બધો દંભ અને દેખાડો વધી ગયો છે કે સામાન્ય માણસે તો દેવું કરીને પ્રસંગો કરવા પડે છે. *અને વિચારવા લાયક વસ્તુ તો એ છે કે જેટલો ભપકો વધારે એટલું લોકોનું ધ્યાન નવદંપતી (bride groom) ની જગ્યાએ decoration અને menu ઉપર હોય છે.* લગ્નમાં કોણ લગ્ન કરે છે એમાં કોઈ ને રસ નથી રહ્યો પણ શું નવું ( ગતકડું) લાવ્યા છે તેમાં હોય છે.

દેવું કરીને લગ્ન કરાવવા કરતા સાદગીથી લગ્ન કરવાની હિંમત લોકોમાં આવે અને લોકો પણ આ વસ્તુ સ્વીકારે એ જરૂરી છે.

#priten 'screation

*માણસનું પણ પતંગ જેવું હોય છે,*
ક્યારેક આસમાનમાં ટોચ ઉપર હોય, તો ક્યારેક નીચે જમીન ઉપર..

ટોચ ઉપર હોય ત્યારે, તેને કાપવા માટે કેટલાય પતંગો આવી જતા હોય છે, અરે ઘણા તો લંગસીયા પણ નાખશે..

અને કપાઈ ગયા પછી સીધો આસમાનમાંથી જમીન ઉપર.. 😪 અને જ્યારે તમે જમીન ઉપર પડતા હશો તો બધા તમને લૂંટવા પ્રયત્ન કરશે. છેલ્લે તમને ફાડી નાખશે અને તમારી દરકાર સુદ્ધાં નહિ કરે.
બસ , આ જ છે જીવનની વાસ્તવિકતા. 🤔

*પતંગ જોડેથી એજ શિખવાનું કે, જ્યાં સુધી જમીન જોડે જોડાયેલા રહીશું ત્યાં સુધી જ આસમાનની ઉડાન ભરી શકીશું. જીવનની ડોર, યોગ્ય વ્યક્તિ ને સોંપી હોય તો ટોચ ઉપર પહોંચી શકાય નહિતર કપાઈ જવાય*

#priten 'screation