priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

જીંદગીની ઘણી બધી બાજી final ની જેમ જ રમવી પડે છે.
આ પાર કે પેલે પાર..
જીત્યા તો વિજેતા, અને હાર્યા તો બીજી એવી જ તક સુધી રાહ જોવાની..

તમે તમારી જીંદગીની બધી જ finals જીતો તેવી શુભેચ્છા 👍👍

અને હા *ભારત* પણ આજની ફાઇનલ જીતી જાય તેવી શભેચ્છાઓ 🏏

#priten 'screation

ફરી એક વાર, નવું વર્ષ પણ, થઈ ગયું જુનું
બિલકુલ
બીજા દિવસે, પસ્તી થઈ જતાં છાપાની જેમ..

#priten 'screation

ક્યાં પરખ હોય છે લોકોને સોનાની
લોકો ચળકાટને જ સોનું માની લે છે.

જો કોઈ તમારી ખુબીઓ ની કદર ના કરી શકતા હોય તો ચોક્કસ એમને સોનાની પરખ નથી
અથવા જલી રહ્યા છે ઈર્ષાથી.

કે કામ કે performance પછી તમને સંતોષ થયો હોય તો બીજાના openion ની દરકાર કરવા જેવી નથી..

કારણકે
આલ્બમમા તમારો ફોટો ગમે તેટલો સરસ આવ્યો હોય, પણ લોકો તો સૌથી પહેલા પોતાનો ફોટો જ જોશે..

#priten 'screation

ના પૂછ, મને
કે અપ્સરાઓ લાગે છે કેવી સ્વર્ગમાં
એકવાર ચહેરો જોઈ લે તારો, આયનામાં

#priten 'screation

લક્ષ્મીદેવી ની પૂજા કરીએ
એ બહુ સારી વાત છે
પણ ગૃહલક્ષ્મીને પ્રેમ ❤️ કરવો
એટલી જ સારી વાત છે.
❤️❤️
#priten 'screation

હવે ક્યાં લખે છે લોકો
*ભલે પધાર્યા કે સુસ્વાગતમ્*
અને લખ્યું હોય તો પણ
ક્યાં જાય છે લોકો એક બીજાના ઘરે 🏡

ચાલો આ દિવાળી, ફરીથી જુની પરંપરા ચાલુ કરીએ અને એક બીજાના ઘરે જવાનું ચાલુ કરીએ..

(જોકે એનું કારણ મારી દૃષ્ટિ એ એ છે કે, દરેકના ગૃહલક્ષ્મી રિસાયેલા છે કારણ કે તેમની અત્યાર સુધી કદર જ કરવામાં નથી આવી, એટલે એમને પણ હવે મહેમાનો આવે એ ગમતું નથી કારણ કે મહેનત કરીને બધું બનાવે છતાં કોઈ કદર જ ના થતી હોય.. )

શક્ય હોય તો ગૃહલક્ષ્મી ને મનાવી લો અને દિવાળીની રોનકથી ઘરને અજવાળી દો.
દિવાળીની રોનક ફટાકડાને કારણે નહીં પણ ફટાકડીઓ (ઘરની સ્ત્રીઓ) ને કારણે જ હોય છે.

કાશ ફરીથી શરૂ થાય *આવજો* અને *સુસ્વાગતમ્* ની પરંપરા 👍👍👌👌

#priten 'screation

Sometimes your absence speaks louder than your presence.

If people notice your absence then it is an indication that you are present in others mind.

*Also, never miss a person who misses you. 👍*

#priten 'screation

પરસેવાથી કમાએલો પૈસો
પર સેવા (લોકોની સેવામાં) વાપરવાની ઈચ્છા થવાની પુરે પૂરી શક્યતા છે.

પણ હરામથી કમાયેલો પૈસો હરામના રસ્તે જ જાય છે.

હરામના પૈસાથી

ઉંઘ ઉડી જાય છે
તબિયત બગડી જાય છે
છોકરાઓ ઐયાશ બની જાય છે
સગાઓ સાથે સબંધો સ્વાર્થ પુરતા થઈ જાય છે.

હરામ ની કમાણી એટલે
*માન મળે પણ નામ ખરાબ થાય*
*સગવડો મળે, પણ સુખ ગાયબ થઈ જાય*
*પાવર મળે , પણ પ્રતિષ્ઠા ના મળે*

સાહેબ, ઈમાનદારી બહુ મોંઘો શોખ છે
એ દરેક ના બસની વાત નથી.

#priten 'screation

મન ઉપર કાબુ નથી
જાત ઉપર વિશ્વાસ નથી
જીભ ઉપર લગામ નથી
શરીરમા તંદુરસ્તી અને સ્ફુર્તી નથી
સબંધોમાં ઉષ્મા નથી
નવું શીખવાની ધગશ નથી

અને પછી મને સવાલ થાય છે કે
હું કેમ સફળ નથી ??? 🤔

*સફળતા એ જાદુ નથી પણ ઉપરની બધી બાબતો સફળતા જરૂર અપાવી શકે છે* 👍

#priten 'screation