*માણસનું પણ પતંગ જેવું હોય છે,*
ક્યારેક આસમાનમાં ટોચ ઉપર હોય, તો ક્યારેક નીચે જમીન ઉપર..
ટોચ ઉપર હોય ત્યારે, તેને કાપવા માટે કેટલાય પતંગો આવી જતા હોય છે, અરે ઘણા તો લંગસીયા પણ નાખશે..
અને કપાઈ ગયા પછી સીધો આસમાનમાંથી જમીન ઉપર.. 😪 અને જ્યારે તમે જમીન ઉપર પડતા હશો તો બધા તમને લૂંટવા પ્રયત્ન કરશે. છેલ્લે તમને ફાડી નાખશે અને તમારી દરકાર સુદ્ધાં નહિ કરે.
બસ , આ જ છે જીવનની વાસ્તવિકતા. 🤔
*પતંગ જોડેથી એજ શિખવાનું કે, જ્યાં સુધી જમીન જોડે જોડાયેલા રહીશું ત્યાં સુધી જ આસમાનની ઉડાન ભરી શકીશું. જીવનની ડોર, યોગ્ય વ્યક્તિ ને સોંપી હોય તો ટોચ ઉપર પહોંચી શકાય નહિતર કપાઈ જવાય*
#priten 'screation