The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ચાલતાં ચાલતાં જો હું જરા થાકું, તો તું મારો સહારો બનજે ને, બસ એટલો તું મારો બનજે ને. કવિતા લખતાં જો અટકે મારી કલમ, તો તું મારી પ્રેરણા બનજે ને, બસ એટલો તું મારો બનજે ને. વહી રહી હોય અશ્રુધારા મારી આંખો તણી, તો તું વ્હાલાં સ્પર્શ સમો રૂમાલ બનજે ને, બસ એટલો તું મારો બનજે ને. ચાલી રહી હોય જ્યારે સંમેલનમાં ગુફ્તગુ પ્રેમ પર, તો તું મને યાદ આવતો પહેલો કિસ્સો બનજે ને, બસ એટલો તું મારો બનજે ને. મન મારું ગુંચવાયેલું હોય કંઈક વિહવળમાં, તો તું ઉકેલની એક આશા બનજે ને, બસ એટલો તું મારો બનજે ને. બનાવી લીધી હોય મેં મારી જિંદગી રણ સમી વેરાન, તો તું થોર પર ખીલતું સોહામણું ફૂલ બનજે ને, બસ એટલો તું મારો બનજે ને. -Parl Mehta
જિંદગીમાં ચાર ડગલાં ચાલવા બસ તારો સાથ જોઈએ છે; જિંદગીને થોડી રંગીન બનાવવા તારો સાથ જોઈએ છે. જિંદગીના કપરાં સમયમાં અશ્રુધાર સાફ કરવા; તારા હાથ રૂપે તારો સાથ જોઈએ છે. તને જોરથી ભેટી; તમામ તણાવ પળભરમાં દૂર કરવા, તારો સાથ જોઈએ છે. જશ્ન જીતનું ખુશીઓથી મનાવવા; તારા પગનાં થનગનાટ રૂપે તારો સાથ જોઈએ છે. તને જોતાં દિલની ધડકનમાં આવતાં ફેરફારો; તને સંભળાવવા તારો સાથ જોઈએ છે. પોતાની છબી તારી આંખોમાં જોઈ; મારી જાતને તારામાં અનુભવવા તારો સાથ જોઈએ છે. ખોવાયેલી પોતાની જાતને; તારામાં મેળવવા તારો સાથ જોઈએ છે. -PARL MEHTA
આપણી સ્વપ્નની અલગ દુનિયા બનાવીશું; આપણા સાથને સાબિતી આપતી દુનિયા બનાવીશું. મૌનને પણ માણી ખુદ સાથે પ્રેમ કરાવે; તેવા એકબીજાથી ખુદને પ્રેમ કરાવતી દુનિયા બનાવીશું. ઘા માત્ર પ્રેમનાં ન બદનામ થાય; પણ એ ઘાનો મલમ ઘણો વખણાય તેવી દુનિયા બનાવીશું. ખૂલે એક તાળું પ્રીતનું 'ને નામ આપણું જ સંભળાય; તેવી આપણી કસમોની દુનિયા બનાવીશું. શિખરો ચઢાય જ્યારે પ્રિતના; એક ઘ્વજ આપણા નામનો અવશ્ય હોય એવી દુનિયા બનાવીશું. કોઈ સાદ દે પ્રેમને, તો પર્યાયમાં આપણને મેળવે; તેવી અનોખી દાસ્તાન ભરી દુનિયા બનાવીશું. શિલાલેખમાં કોતરાયેલું આપણુ નામ પેઢીઓ વાંચે; તેવી પ્રેમને છલોછલ ભરી દેતી દુનિયા બનાવીશું. ગોતે જ્યારે કોઈ પ્રેમ તો આપણને જ પામે; તેવી તારી, મારી 'ને ફક્ત આપણી જ દુનિયા બનાવીશું. -PARL MEHTA
તારી સાથે હોવાના વિચાર માત્ર થી જિંદગી કેટલી સરળ લાગે છે, તો વિચાર તો ખરા જરા, હકીકત માં કેટલી સોહામણી બનશે.... તારા સાથે હોવાનો અહેસાસ જ આહલાદકતા આપે છે, તો વિચાર તો ખરા જરા, હકીકત કેટલી પ્રેમાળ હશે..... તારી સાથે ની જિંદગી કલ્પના ઓ માં જ શ્રેષ્ઠ લાગે, તો વિચાર તો ખરા જરા, હકીકત કેટલી ઉત્તમ હશે..... તારું નામ મારા નામ સાથે જોડાયેલું સ્વપ્નમાં જ કેટલું મીઠું લાગે, તો વિચાર તો ખરા જરા, હકીકત કેટલી રસિક હશે..... -PARL MEHTA
ગોવિંદ, તારા બાળકને શીખ મળી ગઈ, હવે તો આ સજા પૂરી કર.... લાશોના ઢગલા વધતા જાય છે, દરેક વ્યક્તિ પોતાનાંને ખોતો જાય છે, મોતના ડરથી જીવવાનું ભૂલતો જાય છે, 'ને તણાવમાં ખોટા પગલાં ભરતો જાય છે, ગોવિંદ, તારા બાળકને શીખ મળી ગઈ, હવે તો આ સજા પૂરી કર.... શ્વાસ લેતાં ડરતો જાય છે, શ્વાસ સ્વજનોનાં ખોતો જાય છે, ખુદથી રોજ હારતો જાય છે, 'ને પરિવારની જવાબદારીમાં દબાતો જાય છે, ગોવિંદ, તારા બાળકને શીખ મળી ગઈ, હવે તો આ સજા પૂરી કર.... છતાં, તારા પર હજી ભરોસો રાખી, તને પૂજતો જાય છે, તારા કર્મને શ્રેષ્ઠ માની વાસ્તવિકતા સ્વીકારતો જાય છે, 'ને તારા શરણે જગતને સોંપતો જાય છે, ગોવિંદ, તારા બાળકને શીખ મળી ગઈ, હવે તો આ સજા પૂરી કર.... હવે તો માની જા ગોવિંદ.... -PARL MEHTA
Parl Manish Mehta લિખિત વાર્તા "વિખરાયેલાં મોતી - કાવ્યસંગ્રહ" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19909803/vikharayela-moti-kavyasangrah
પ્રેમ કંઈક વધારે જ વધી ગયો હતો, તો વિરહની વેદના પણ તો જરૂરી હતી ને...! ખુશીઓ કંઈક અપરંપાર વધી ગઈ હતી, તો થોડું દુઃખનું આગમન પણ તો જરૂરી હતું ને...! ખુદ સાથે પ્રેમ કરતાં શિખાઈ ગયો હતો, તો થોડું ડગવું પણ તો જરૂરી હતું ને...! નાચતી-ગાતી-દોડતી-રમતી-મજાની હતી જિંદગી, તો એક ઠોકર પણ તો જરૂરી હતી ને....! -PARL MEHTA
તને પ્રિત કરવી ક્યાં મારા હાથમાં હતી!? તું રાખતો ગયો ધ્યાન મારુ અપરંપાર, 'ને પડતી ગઈ હું એમ કંઈક તારા પ્રેમમાં, તને પ્રિત કરવી ક્યાં મારા હાથમાં હતી!? મારી વિનકહેલી વાતોને તો કહી જ્યાં વર્ણવી જતો, ત્યાં તારા એ કહેલાં શબ્દોની ઊંડાઈમાં હું કંઈક તારા પ્રેમમાં પડી, તને પ્રિત કરવી ક્યાં મારા હાથમાં હતી!? મારા સપનાંને પામવાનું આકાશ જ્યાં તું મને પૂરું પડતો, એ આકાશને પામતાં તારો હાથ મારા હાથમાં જોઈ હું કંઈક તારા પ્રેમમાં પડી, તને પ્રિત કરવી ક્યાં મારા હાથમાં હતી!? તું હતો જ કંઇક એવો પ્યારો, ખુદને તારાથી દૂર કરવી ક્યાં મારા હાથમાં હતી, એમ જ તો કંઈક હું તારા પ્રેમમાં પડી, તને પ્રિત કરવી ક્યાં મારા હાથમાં હતી!? -PARL MEHTA
મારી કવિતા સતત લખે છે તને, મારી કવિતામાં નામ નથી તારું, પણ મારી કવિતાનો શબ્દે શબ્દ તારા પર છે.... મારા મનની એકમાત્ર માંગ છું તું, ક્યારેય માંગણી રૂપે નથી પ્રગટ કર્યો તને, પણ ઈશ્વર સામે પ્રાર્થનામાં સતત તને જ માંગ્યો છે.... મારા હૃદયની ધડકન છે તું, ક્યારેય તારો સાથ નથી ઝંખ્યો એ ધબકાર માટે, પણ તારું અસ્તિત્વ જ એમાં પ્રાણ પૂરતું ગયું.... મારી જિંદગીની જીવાદોરી છે તું, ક્યારેય જીવનસાથી તરીકે તારો સાથ નથી વિચાર્યો, પણ જીવનના કોઈ એક ભાગમાં તારું હોવું જ ઘણું છે.... -PARL MEHTA
ખજાનો યાદોનો આજે ખૂલી ગયો.... કંઈક કેટલીય વિખરાયેલી યાદો, જેને સુલઝાવવાના પ્રયત્નો આજે ફરી એક વાર થઈ ગયા, 'ને વળી એ વિખરાતાં, હું ફરી વિખરાય ગઈ, એ દબાવેલો ખજાનો યાદોનો આજે ખૂલી ગયો.... કંઈક કેટલીય ખુશીની પળોનો, જેણે આજે એ ખુશી આપતાં લોકોના અભાવે અશ્રુઓનું રૂપ લીધું, 'ને પોતાનાં સાથે ન જોતાં, હું ફરી થોડી મુરઝાઈ ગઈ, એ ખુશીઓનો દુઃખ આપતો ખજાનો યાદોનો આજે ખૂલી ગયો.... કંઈક કેટલાય દુઃખની યાદ અપાવતો, જે આજે થોડા સરળ લાગી આવ્યા, આજની સરખામણીમાં એ દુઃખ તુચ્છ લાગતા, 'ને જિંદગી થોડી વધુ સરળ લાગી, હું થોડી ફરી હિંમત ભેગી કરી ઉભી થઇ, દુઃખો ભર્યો નવઉર્જા આપતો ખજાનો યાદોનો આજે ખૂલી ગયો.... -PARL MEHTA
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser