તારા આગમનથી, મૌસમમાં બહાર આવી...
તારા અત્તરની સુહાસથી, બગીચામાં મહેક આવી...
તારા ઝાંઝરની ઝણકારથી, પ્રેમની આહત આવી...
તારી ચુડીનાં થનગાટથી મસ્તીની પળ આવી....
તારી બિંદીનાં અહેસાસથી તારી યાદ આવી...
તારા ગજરાની મહેકથી, મારી આંખોમાં ચમક આવી...
તારા હોઠોની લાલીથી, મારા મુખ પર લાલી આવી...
તારા મહેંદી ભરેલા હાથથી, મારા પ્રેમની યાદ આવી...
રાજેશ્વરી
#હોઠ