The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🙏😊 *પ્રેરણાદાયી નાનકડી કથા ઓ* 😊🙏 *નાનકડી કથા-૧.* માતાના નામે હતી તે જગ્યા પોતાના નામે કરી લેવાની ઈચ્છા થી મા પોતાના ઘરે રહે, તે બાબતને લઈને બંને ભાઈઓ ઝઘડવા લાગ્યા. તેઓએ મા ને પૂછ્યું તો મા એ કહ્યું, હું જે ત્રણ ગોળીઓ લઉ છું, તેના નામ જે બતાવી આપે, તેના ઘરે હું જઈશ. બંને ભાઈઓ નીચું જોઈ ગયા. *નાનકડી કથા-૨.* ભણવા માટે દૂર ગયેલા દિકરા એ માતાને પત્ર લખ્યો, કે અહિંયા મારા જમવાની સારી સગવડ છે, તું ચિંતા કરીશ નહીં. પત્ર વાંચી ને મા એ એક વખતનું ભોજન બંધ કર્યું, કેમ કે પત્રના અંતમાં પુત્રના આંસુ થી શાહી બગડેલી હતી. *નાનકડી કથા-૩.* દાદા ની લાકડી પકડી ને દાદાને લઈ જતા પૌત્રને જોઈ લોકો બોલ્યા, જોજે, ધીમે ધીમે, દાદા પડી ન જાય. દાદા હસીને બોલ્યા, હું કંઈ પડવાનો નથી. મારી પાસે બે લાકડી ઓ છે. *નાનકડી કથા-૪.* કેરીના ઝાડ પર ચઢીને કેરીને ચોરતા છોકરા ના વાંસે રખેવાળે લાકડી મારી અને તેને બીવડાવવા માટે થોડી વાર માટે ઝાડના થડ સાથે બાંધી ૫ણ દીધો. કોણ જાણે કેમ એ ઝાડને ફરી કદીયે ફળ આવ્યાં નહીં. *નાનકડી કથા-૫.* ઓફિસથી થાકેલા પિતાએ આવીને દાદીના પગ દબાવ્યા, તે જોઈને રાત્રે દિકરી એ પિતાજીના પીઠ પર માલીશ કર્યું. આ જોઈને દાદી બોલ્યા થાળીમાંથી વાટકીમાં અને વાટકીમાંથી થાળીમાં. *નાનકડી કથા-૬.* પિતાજીના ગયા પછી સંપત્તિ ની વહેચણી કર્યા બાદ ઘરડી મા ને પોતાના ઘરે લઈ જતી દિકરી બોલી, હું ખૂબ નસીબદાર છું. મારા ભાગે તો જીવન આવ્યું છે. *નાનકડી કથા-૭.* ગઈ કાલે મારો છોકરો મને કહે, પિતાજી હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં, કેમકે તમે પણ કદી દાદા દાદી ને છોડીને ગયા નથી. આ સાંભળી ને મને મારા વડીલો ની મિલકત મળી ગયા નો આનંદ થયો. *નાનકડી કથા-૮.* તેના પતિના મિત્ર હોસ્પિટલમાં મળવા આવ્યા. જતાં જતાં પરાણે ૫૦૦૦ રૂપિયા તેના હાથમાં આપ્યા અને કહ્યું લગ્ન માં બહેનને દક્ષિણા આપવાની રહી ગઈ હતી. તે દિવસે મળેલી બધી ભેટોમાં આ શ્રેષ્ઠ હતી. *નાનકડી કથા-૯.* આજે ઓફિસ થી છૂટી ને ભેળ ખાવાની બહુ ઈચ્છા હતી, પણ સાસુજી ને મંદિર જવાનું મોડું થાય તેથી ઘરે જલ્દી પહોંચી ગઈ. જઈને જેવી રસોડામાં ગઈ તો સાસુજી એ કહ્યું ચાલ જલ્દી, હાથ પગ ધોઈ લે, કેરી નાખીને ભેળ બનાવી છે, ઘણા દિવસથી મને ખાવાનું મન હતું. *નાનકડી કથા-૧૦.* સાંજના સમયે સુમતીબેન માળા ફેરવતા હતા, ત્યાં છોકરો નોકરી એ થી ઘરે આવ્યો, તેની સાથે મોગરાના ફૂલ ની સુગંધ આવી. તેને થયું આજે વહુ મોગરાનો ગજરો હમણાં માથાં માં નાખી ને આવશે.પણ ત્યાં તો તેણે જોયું કે કૃષ્ણ ભગવાન માટે થાળીમાં મોગરાના ફૂલ હતાં. ભગવાન પણ ગાલમાં હસતા હતા. 🙏🌹 *સકારાત્મક વિચારો* 🌹🙏 *અત્યારે આ કોરોનાના સમયમાં નકારાત્મક વિચારો એટલા ફેલાઈ રહ્યા છે કે લોકોને સારા પણા પરથી વિશ્વાસ જ ઊઠી જાય છે. આવા સમયે આવી સકારાત્મક કથાઓ વધારે ને વધારે લોકો સુધી પહોંચવી જોઈએ.* 🙏😊🙏😊🙏😊🙏😊🙏😊🙏
https://youtu.be/qDKxSZ42hK0 Full video on my youtube channel
*હટ્ હાળા કસાઈ...* 1. કેવળ એમ્બ્યુલન્સનો બાર કલાકનો વેઇટિંગ ચાર્જ 22000 રુપિયા..? પણ તાકડે એમ્બ્યુલન્સ મળી એ પણ સદ્દનસીબ જ સમજો ને.. કચવાતા મને ભોગીલાલે પૈસા તો ગણી આપ્યા પણ..એમ્યુલન્સવાળાને જોઈ મનમાંથી અવાજ નીકળ્યો.. હટ્ હાળા કસાઈ... 2..એમ્યુલન્સવાળાને ઓળખાણ હતી એટલે એની પત્નીને બેડ તો મળી ગયો.. પણ રેમડેસિવિરના છ ઈન્જેકશન શોધતા નાકે દમ આવી ગયો.. લીંક મળી. પણ એક ઈન્જેક્શન બાર હજાર રુપિયા? પાંચ દિવસની બધી કમાણી પેલી કાળા બજાર કરતી નર્સને આપી દીધી.. એમ્યુલન્સવાળાની આંખો ભીની હતી. તેના મનમાંથી એક અવાજ નીકળ્યો.. હટ્ સાલી કસાઈ... 3.. નર્સનો સગો બાપ વેન્ટિલેટર ઉપર હતો.. ઓક્સિજન ખતમ થવા આવ્યો હતો.. નર્સને બાટલો તો મળ્યો.. પણ ભાવ ચીરી નાંખે તેવો હતો... હમણાં પર્સમા ઉભરાયેલા પૈસા ઓક્સિજનવાળાને ઠાલવી. નર્સે પોતાનો સગા બાપનો જીવ બચાવી લીધો.. પણ ઓક્સિજનના ભરેલા બાટલાને જોઈને નર્સના મનમા એક જ અવાજ નીકળ્યો હટ્ટ હાળા કસાઈ... 4.. ઓક્સિજનવાળાના એકના એક છોકરાને આજે વીસ દિવસ પછી રજા મળવાની હતી.. ડોકટરનું બિલ જોઈને એની આંખો ચકળવકળ ગઈ.. પણ હ્દય કાઠું કરીને ઓક્સિજનવાળાએ બિલ ચુક્યુ.. અંતરમાંથી ડોક્ટરને માટે એક જ અવાજ નીકળ્યો હટ્ ટ હાળા કસાઈ... 5... આખરે આરોગ્ય તંત્રવાળાએ ડોક્ટરને રંગે હાથ પકડી જ લીધા.. કોરોનાના ખોટા બિલ બનાવતા.. તપાસ કરતા આ હોસ્પિટલની ઘણી ગેરરીતિ પકડાઈ.. કેસ તો અધિકારીએ રાબેતા મુજબ દબાવી દીધો.. પણ ડોક્ટરની વર્ષભરની કમાઈ તપાસ અધિકારી ખાઈ ગયો.. પેલા તપાસ અધિકારીએ રોકડા લઇને જયાં પૂંઠ ફેરવી કે ડોક્ટરે ધીમા અવાજે કહયુ. હટ્ ટ હાળા કસાઈ... 6.. અરે અંતિમ સંસ્કાર કરવાના આટલા પૈસા હોતા હશે.. પોતાની સગી માતાના અગ્નિસંસ્કાર કરવા આવેલ પેલો તપાસ અધિકારી ગુસ્સે ભરાયો... પણ તપાસ અધિકારી સિસ્ટમને સમજતો હતો... અંતિમ સંસ્કાર કરનારનું ગળું દબાવી નાંખવાનું તપાસ અધિકારીને મન થઈ આવ્યુ.. "અસ્થિફુલ ઘરે આપવા આવવુ પડશે.." એવી શરત રાખીને તપાસ અધિકારીએ નાણા ગણી આપ્યા.. પેલો સ્મશાનવાળો થૂંક લગાવીને નાણા ગણી રહ્યો ત્યારે જ પેલા તપાસઅધિકારીનું અંતર બોલી ઉઠયું.. હટ્ હાળા કસાઈ.. 7.. સ્મશાનવાળો હજી પૈસા ગણી જ રહ્યો હતો.. ત્યાં જ એની પત્નીએ આવીને કહયું: ઝટ એમ્યુલન્સવાળાને ફોન કરો.. આપણી ઢબુ શ્વાસ નથી લઈ શકતી.. સ્મશાનવાળાએ આપણા એમ્યુલન્સવાળાને ફોન લગાવ્યો.... - ડો. સ્વપ્નિલ કે. મહેતા
https://youtu.be/c96Qju3eor8
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser