"આપની રાહમાં..!"
ઘણી તમન્નાઓની સાદડી એમ બિછાવી રાખી'તી,
તે પર સૂક્ષ્મ-સૂકી થકાવટ ખાલી લંબાવી રાખી'તી !
પગરવ સાંભળી લેવા કાન સાવ સરવા કરી રાખ્યા,
બધા અવાવરુ સમાં સોંસરવા સૂના, જુના ભાસ્યા !
હોંશે ભરેલી આંખોને ઉંબરે એમ જ ટેકવી રાખ'તી,
તે પર સૂક્ષ્મ-સૂકી અમી દ્રષ્ટી લંબાવી રાખી'તી;
ટકોરા સાંભળવા કાન કમાડે એમ જ ગોઠવી રાખ્યા,
જુનાં-પુરાણા, નિકટે થતા કાયમી એ નાદ ભાસ્યા !
સ્વાગતાર્થે આપના, બેહોશીમાં સોમપ્યાલી ભરી'તી,
તે પર સૂક્ષ્મ-સૂકી જીહવાને એમ લંબાવી રાખી'તી;
ઘૂંટડા ભરવા સહરા સમાં હોઠને સાવ ઉઘાડા રાખ્યા,
ને ટપકતા આંસુ સૂકા-ખારા સાવ મૃગજળ ભાસ્યા !
ખામોશીની ભરતીમાં ઉછળતી નાવ જોઉ છું આવતી,
ને કિનારે સૂકી રેતમાં કળી કમળની જોઉ છું પાંગરતી !
#બેહોશ (~ કેતન વ્યાસ)