#બેહોશ
આ સમયે કંઇક બ્લેક એન્ડ વાઈટ ટીવી નો હતો ટીવી પણ કેવું સામાન્ય દેખાય પછી જ રજરિયા આવે ક્યારેક..! એન્ટેના સેટ કરવું પડે ધીમે રહીને ટ્યુનર ફરવું પડે ત્યાર પછી ટીવીમાં કંઈ દેખાવાનું શરૂ થાય.. સવારે નાના બાળકોનું શૈક્ષણિક કાર્યક્રમ આવતો અને તેમાં રહેલી એક વાર્તા ખરેખર મને ખુબ જ ગમતી ચલો આજે તેને સમજીએ..
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે. આજ શિવજી વિશે એક વાર્તા જે મેં નાનપણમાં નિહાળી હતી અને મારી મનુસ્મૃતિમાં આજ પણ જીવંત છે.
સાધુઓનું એક સમાજ કાવડમાં જળ લઈને
શિવજી ને અભિષેક માટે જઈ રહ્યું હતું. તેમાં કેટલાક એકબીજાની સાથે ચાલતા રસ્તો ખૂબ જ વિકટ હતો અને ખૂબ મોટું જંગલ વેરાન વિસ્તાર બધાને એકબીજા ની જરૂર પડે તેવી જગ્યા ક્યાંક જંગલ ના કાંટા તો ક્યાંક પહાડ વિસ્તાર નાના પથ્થરો ના લીધે ચાલવામાં દરેક વ્યક્તિને ખૂબ તકલીફ પડતી..
"બમ બમ ભોલે".."બમ બમ ભોલે" નાદ ચારે દિશાઓમાં ગુજતો.. દરેક કાવડ ઉઠાવીને કાવડિયા નીકળી ગયા હતા.
કાળઝાળ ગરમીનો સમય હોવાના લીધે પાણીની જરૂરિયાત મનુષ્ય પશુ પંખીને સમાન હતી. દરેક સાધુ કાવડીયા ને માત્ર ને માત્ર શિવજીના એ મંદિરમાં અભિષેક કરવાની કાલવેલી હતી. એકલા લાંબી લાકડી ખભા પર લગાવો અને બંને બાજુ શિવજીને અર્પણ કરવા માટે જળ ભરેલો હતો તેવું કાવડ લઈને સાધુ સમાજ નીકળ્યા હતા નિરંતર ચાલતો જતો હતો.
અત્યંત કપરી પરિસ્થિતિમાં ચાલતાં એક ઘેટાનું બચ્ચું ગરમીના લીધે પાણી પીવાની તૃષ્ણામાં તરફડિયા ખાતુ ખાતું હતું.. દરેક કાવડિયાઓ નજરે નિહાળી રહ્યા હતા અને તેની સામે જોતા તેમને ખ્યાલ તો આવી ગયો. આ સમયે તેને પાણીની ખૂબ જ જરૂર છે તેનો જીવ માત્ર પાણી માટે અટકી રહ્યો હતો.. દરેક સાધુ સમાજ તેને જુએ છે.. એમાંના એક સાધુ આગળ આવીને પોતાના કાવળમાં ભરેલું જળ તેના હાથથી છકોરીને મોઢામાં નાખે છે # બેહોશ અવસ્થામાં આવેલ તે ઘેટાનું બચ્ચું થોડું ભાનમાં આવે છે ત્યારબાદ તે સાધુ કાવડ માં રહેલું બંને પાણી ઘેટા ના બચ્ચા ને પીવડાવીને તેનો જીવ બચાવી લે છે..
આ ઘટના નજરે નિહાળી ને સાધુ સમાજનું આધિપત્ય કરતા સાધુ નું ટોળું એકદમ ગુસ્સે થઈ જાય છે.."ખબર નથી પડતી આટલા દૂરથી જળ લાઇને આવ્યો છે અને વેડફી નાખ્યું હવે શિવના મંદિરમાં અભિષેક કેવી રીતે કરશો અત્યંત ધ્રુણાસ્પદ શબ્દ બોલીને સાધુ સમાજ માંથી તેને હડધૂત કરે છે અને તેનો બહિષ્કાર કરે છે..
ધીમે ધીમે ચાલીને અંતે સાધુ સમાજના કાવડિયા ઓ શિવ મંદિરમાં પહોંચી જાય છે.. બધા પોતાનું કાવડ ખોલી તે પાત્ર માં રહેલ પાણી શિવને અર્પણ કરવાનો પ્રયત્ન કરે છે.. પરંતુ આશ્ચર્ય છે કોઈના કાવડમાં પાણી નથી.. કાળઝાળ ગરમીના લીધે પાણી સુકાઈ જાય છે.. એક એક માત્ર સાધુ કે જે મૂંગા જાનવર ની સેવા કરી હતી તેના કાવડ માંજ પાણી નીકળે છે અને તે પોતે અભિષેક કરે છે અને આખા સાધુ સમાજ તેના પાત્રમાંથી અભિષેક કરાવીને ધન્યતા અનુભવે છે.. અસ્વીકૃત કરેલ સાધુ સમાજ ફરીથી તેની વાજતે ગાજતે સ્વીકૃતિ કરે છે...
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.. બ્રહ્માંડના અધિપતિ પોતે પ્રભુ છે તે સૃષ્ટિના કણેકણમાં સમાયેલ છે.. એ પાણીના ટીપા થી જો જીવનું કલ્યાણ થતું હોય તેમાં શિવનું કલ્યાણ પણ આવી જાય છે.. માત્ર ઈશ્વરને પામવા કઠિન પરિશ્રમ કરીને દૂર મદિરે જવું એ જરૂરી નથી.. ઈશ્વર દરેક જીવમાં સમાયેલ છે..
હર હર ભોલે..ઓમ નમઃ શિવાય..ભોલે કે દરબાર મેં સબકા ખાતા હૈ..
સુનિલ કુમાર શાહ