The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઊંઘ મારી ઉડાડી દીધી ચાંદનીએ, શું કહું તને રાત એવી છે કે, બધું હું ખુલીને ક્યાં કહું, તું જરા સમજ ને આ વાત જ એવી છે કે... - તેજસ
એક યાદ હતી દિલમાં, જેનાથી દુનિયાં અનજાન હતી. એક વાત હતી જેને કહેવી કે નહી, એ પોતે પરેશાન હતી.. બહારથી તો બને એટલી ખુશ એ રહેતી હતી. બસ, કેટલી ઉદાસ છે એની એક જ વ્યક્તિને જાણ હતી. - તેજસ
હતું કઈક એવું જે શબ્દો અને સમજણથી અલગ હતું. અમને તો પાક્કી ખબર હતી, પણ એના માટે લગભગ હતું. અમારી જોડે એ કઈક અસ્તિત્વ ને મહત્વ ધરાવતા હતા. બાકી કોઈની લાગણી જોડે એમનું જોડાણ અસંભવ હતું. - તેજસ
બધાની સામે સહર્ષ સ્વીકાર કરાય એવી મારી પ્રીત છે તું. જેની સામે હૈયું નિરાંતે ખોલાય એવો મનનો મીત છે તું. શબ્દોને ક્યારેય સાચવવા નાં પડે જ્યાં એવું કંઠસ્થ થયેલું, જેને હોશ ને બેહોશીમાં ગણગણતા રહેવાય એ ગીત છે તું. - તેજસ
બસ શાંત દરિયા જેવી ગહેરી એની આંખ છે, જેમાં દર્દને છુપાવતી એવી અગણિત વાત છે. એક સાંજે સામે બેસાડીને વાંચશો તો જાણશો કે, આ ભીડમાં પણ એકલતાનો એની અંદર અહેસાસ છે. -તેજસ
દુનિયાની ઝાકમઝોળ માટે આ જીંદગી ભાગતી જાય છે. ભાગદોડમાં ઘણીવાર જીવવાની જીજ્ઞાસા ઘટતી જાય છે. એ રોજની એકધારી પ્રવૃત્તિનો જ્યારે મને થાક વર્તાય છે. તારી બાહોમાં આવીને જ મળતી રાહત સુકુન કહેવાય છે. તને વિચારવાથી જ ચહેરા પર મુસ્કાન આવી જાય છે. તારા નજર સામે આવતા હૃદયના ધબકારા વધી જાય છે. તારા આ સ્પર્શથી રોમ રોમમાં નવી ઊર્જાનો સંચાર થાય છે. આલિંગનમાં તું સમાય ત્યારે સમય પણ રોકાઈ જાય છે. -તેજસ
ચાલ, આજે પાછું તારી સાથે એક પ્રોમિસ કરી દઉં.. તું પ્રથમ વખત મળેલી એ ક્ષણને આમ દિલમાં ભરી લઉં. એ તોફાની આંખોની ચમકને મનનાં ખૂણામાં કેદ કરી લઉં. બેઠાં હતાં એકબીજાની સામે બસ બે કદમથી જ દૂર હતાં. તારી નાં-જોઈને પણ મને જોવાની અદાને સલામ કરી લઉં. જીંદગીની સફરમાં સાથ આપનારા વ્યકિત જો તું હોય તો, ખુશીની આ સફરનું પહેલું પગલું આજ તારી સાથે ભરી લઉં. હાથમાં હાથ હોય ને હોઠથી હોંઠ જોડાયેલા હોય એવાં, તારી જોડે જોયેલા સપનાંઓ, એક એક કરી પૂરા કરી લઉં. ચાલ, આજે પાછું તારી સાથે એક પ્રોમિસ કરી દઉં.. -તેજસ
જેના હાથની આંગળીઓમાં તમે તમારી આંગળીઓ પરોવી શકો ને... એવાં હાથનો સાથ ક્યારેય ના છોડતા. -તેજસ
પ્રેમનું તો હું શું જાણું, બસ તમારી સાથે રહેવાની વાત છે. તમને સામેથી આવતા જોઈ મનમાં થતા હર્ષની કબૂલાત છે. -તેજસ
ચાલ આજે તારી સામે કબૂલ કરું છું. હું પણ તને ક્યારેક આમ જ જોઈ રહેવાની ભૂલ કરું છું. ખબર નહી ક્યારથી આદત બની છે મારી, મારી આ આદત મને પણ બહું ગમે છે એ કબૂલ કરું છું. તારા સામે જોવા પર હું નજર છુપાવી લઉં છું, ક્યાંક સ્મિત આપીને આંખોની પાપણ નમાવી દઉં છું. કયારેક તો આંખો મળી જતાં તને જોયાં જ કરું છું. પ્રથમ મળેલા એ વાતને વિચારીને દિવસ પસાર કરું છું. કારણ તો પૂછીશ તો જવાબ નહી આપી શકું, તને ના મળું તો 'શું થયું હશે?' એ વિચાર-વમળ કરુ છું. એકવાર આવ્યાં પછી જવાનો વિચાર ના આવે, દિલના બાગમાં તારા માટે મસ્ત ગુલાબ ને કમળ કરું છું. તારી માટે મારી જોડે ઘણી સોગાદો છે. સમયથી છૂટા પડેલા ઘૂંઘરુંને પરોવીને તારું નૂપુર કરું છું. ક્યારેક હું જતાવી ના શકું તો યાદ રાખજે, બસ, પ્રેમ તો તને ખબર જ છે ને હું તને ભરપૂર કરું છું. -તેજસ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser