સપના ની આ દુનિયા,
ભગવાને બનાવી કે કોણે,
બનાવી અણજાણ દુનિયા,
વિજ્ઞાની ઓ ની પણ જોને
સમજબહાર છે આ દુનિયા..!!
સપના ની વાતો કૈક એવી
તન રહ્યું જાણે બેહોશ થઈ ને
મન ની અલૌકિક સફર લાંબી
પલકારા માં અહીં દોડે છે ને
પાછું નીકળે એ ક્યાંથી..!!
કવિ ની કલ્પના જગત માં
સાકાર થતી આ દુનિયા
ખબર નહિ ક્યાંથી આવી
અલગારી સપના ની દુનિયા..!!
Asi..
#બેહોશ