હસતા રમતા બાળપણમાં,
અમે તો સદા બેહોશ રહ્યા,
જુવાનીમાં જવાબદારીઓથી,
હવે છેક અમે હોશમાં આવ્યા,
બાગોમાં ખિલખિલાટ હસતા રમતા
પતંગિયાની જેમ ઉડતા રહેતા
પંખીઓ સાથે વાતો કરતા રહેતા
હવે છેક હોશ માં આવ્યા,
પગ ધરતી પર જડાયા,
અંબર ને અડકવા કુદકા મારતા,
ટેકરાઓ ચડતા ને ઉતરતા,
કીડીની જેમ પડતાં ને ચડતા,
હવે છેક હોશ માં આવ્યા,
પગથિયા સામે જ દેખાયા.
દરિયામાં ન્હાવા પડતાં,
મઝધાર માં તરતા રહેતા,
મોજાઓ સાથે ગમ્મત કરતા,
હવે છેક હોશ માં આવ્યા,
પગ રેતીમાં સરકતાં રહ્યા.
વરસાદનું ટીપું ચાતકની જેમ,
મોઢું ખુલ્લું રાખી સીધું ઝીલતા,
મુઠ્ઠીમાં વરસાદને ભરતા,
વાદળી વરસીને જતી રહી,
હવે છેક હોશમાં આવ્યા,
ચાતક ની જેમ તરસ્યા જ રહ્યા.
#બેહોશ