હવે અંતર હું કંઈક એમ રાખું છું,
મારાથી જ મને પણ દૂર રાખું છું,
ઠોકર લાગી છે ભીતરે એવી
આંસુ પણ મારા કોરા રાખું છું.
યાદોને તારી સદંતર વાગોળે રાખું છું,
કાલને પણ આજમાં જીવંત રાખું છું,
સ્વપ્ન મારું થશે ફરી પૂર્ણ
આંખો પાછળ આપણી દુનિયા રચેલી રાખું છું.
શ્વાસો શ્વાસની ગતી ધીમી રાખું છું,
ધીરજને પણ અતિ ધીરજથી રાખું છું,
લાગે આવતા વાર તને
દોસ્ત! છેલ્લા શ્વાસ સુધીની રાહ રાખું છું
- ફાલ્ગુની દોસ્ત