Quotes by Falguni Dost in Bitesapp read free

Falguni Dost

Falguni Dost Matrubharti Verified

@falgunidostgmailcom
(3.8k)

એક નાની વાતે વિવાદ જબરો જોયો
રાયનો પર્વત થતા નરી આંખે જોયો
વિવશતા તો જુઓ જુઠનો શિખર જોયો
સત્ય પાંગરું એનો ક્યાંય ન પુરાવો જોયો
પ્રેમનો દાવો સાવ ખોટો ને ખોખલો જોયો
દોસ્ત! અંતે કર્યો કુદરતે ચમત્કાર વિજય સત્યનો જોયો.
-ફાલ્ગુની દોસ્ત

Read More

Thankyou very much to all my reader friends..😊🙏🏻

અમુક તારીખ જીવનમાં ફક્ત દર્દ જ આપે છે,
જખ્મને કોતરવા દર વર્ષે એજ યાદ આપે છે,
છતાં હસી લઉં છું ખુદ પર એ કોતરાયેલ જખ્મ જોઈને..
દોસ્ત! કુદરત પણ કેવું પથ્થરદિલ બનાવે જે મરી મરીને પણ પ્રાણ આપે છે.
- ફાલ્ગુની દોસ્ત

Read More

જોને આમતેમ ઘણુંય શોધ્યું,
કાવતરું એ કિસ્મતનું
કે કુદરતનો કહેર કહેવાય!
ખોવાય તો જડે! પણ...
દોસ્ત! છીનવાય એ કેમ જડે?
-ફાલ્ગુની દોસ્ત

Read More

મનના ઓરડાનો ઉજાસ ફિક્કો લાગ્યો,
દોસ્ત! ઘૂંઘટ તે ઓઢ્યો અને પૂનમને ગ્રહણ લાગ્યો.

-Falguni Dost

ક્યારેક એક જ શબ્દ ઘણો થઈ પડે મનની વાત જતાવવામાં
ક્યારેક કોઈ શબ્દ જ ન મળે મનની વાત કહેવામાં
શબ્દોની રમત ક્યારેક ખૂબ ભાગ છે જીવનમાં..
દોસ્ત! ક્યારેક મૌન ઘણું કહી દે છે મનની વાત કરવામાં

-Falguni Dost

Read More

અરે! સાવ નિષ્ઠુર, થીજી ગયેલ
પથ્થર સમાન ઉજ્જડ વેરાન લાગણી
દોસ્ત! ને..તારું હળવું હાસ્ય સ્પર્શ્યું ને રચાઈ ધમધમતા વસંતની છાવણી.

Read More

અચાનક તારું રિસાવવું
મારાં મનને ખટક્યું!
ભૂલ તો દૂરની વાત..
રજ માત્ર કોઈ ઠેસ નહોતી આપી!
છતાં મારો અનાદર કેમ?
પ્રેમમાં અવિશ્વાસ કેમ?
કે પછી મારી જ આંખ આડે પડદો હતો...
તારું રિસાવવું અને મારુ મન વિચારોમાં સપડાઈ પડ્યું,
બંને દુઃખી અને કારણ અદ્રશ્ય!
જીત્યો સમય.

-Falguni Dost

Read More

મનમાં ઘૂંટાતો તોફાન મચાવતો બળાપો..
'શું કુદરત તને સ્પર્શે છે?'
આવું અમસ્તું જ મન થયું
પૂછવાનું ઈશને
અને ત્યાં જ એ વાદળ વરસ્યું..
ગાજવીજ અને જોરદાર પવન સાથે!
જવાબ એમ મળ્યો પ્રશ્ન બની,
અનુભવ્યું... કુદરત ખુદ વિવશ.
મારી આંખે જોયું જે..
તારી આંખે રચ્યું હતું વિશ્વ
જે ક્ષણ ના તોફાને ઉજ્જડ બન્યું.
- ફાલ્ગુની દોસ્ત

Read More

એક કપ કોફી સાથે જૂની યાદો વાગોળતી હતી,
અંબોળે ઈચ્છાને ગુંથી અંકુશમાં રાખતી હતી,
સંસ્કારને સ્વીકારી બે કુળને દીપાવતી હતી,
દરેકને માન આપી પોતાનું મૂલ્ય ઘટાડતી હતી,
ફરજને પ્રાધાન્ય રાખી હકને માટે ઝઝુમતી હતી,
દોસ્ત! દીકરીથી ગૃહિણીની સફરને સહસ્મિત આવકારતી હતી.
#coffee

Read More