Quotes by સુરજબા ચૌહાણ આર્ય in Bitesapp read free

સુરજબા ચૌહાણ આર્ય

સુરજબા ચૌહાણ આર્ય

@aryvardhanshihbchauhan.477925
(21)

ગમ યે નહિ હૈ કી તુ
કિસી ઓર કો મિલા
દુઃખ ઇસ બાત કા હૈ
કી તુ હમે નહિ મિલા

સુરજબા ચૌહાણ આર્ય

ડર કી ક્યાં ઔકાત
કી હમે ડરાયે પર હમ તુજે ખોને સે ડરતે હૈ

સુરજબા ચૌહાણ આર્ય

હજારો મહેફિલે હૈ ઓર લાખો મેલે હૈ
પર જહાં તુમ નહિ હો વહાં હમ અકેલે હૈ

રાત દિવસ આયુષ્ય
કાપી રહ્યા છે કાતર લઈને હવે તો પ્રભુ ભજન કર આળસ ત્યાગી દઈને

સુરજબા ચૌહાણ આર્ય

અખિલ બ્રહ્માંડમાં માં થી
મોટી કોઈ ડીગ્રી નથી અને પિતા થી મોટું કોઈ પદ નથી

સુરજબા ચૌહાણ આર્ય

પિતા ઠપકો આપે ત્યારે માં વકીલ છે
આપણે બિમાર હોઈએ ત્યારે માં ડોક્ટર છે
આપણી પર પ્રહાર થાય તો માં ઢાલ છે
આપણે તકલીફ માં હોઈએ ત્યારે માં ભગવાન છે
શુન્ય થી લઇ નવસર્જન સુધી માં ગુરુ છે
આપણું હૈયું બળે ત્યારે જનેતા ચંદન છે
શુદ્ધતા માં તો જનેતા સુવર્ણ છે
પોતાના સંતાનો માટે માં જ્યોતિષી છે
સંતાનનુ પગ ઉપડે ને કળી જાય માં જાસૂસ છે
સંતાનને કોઈ કષ્ટ આપે તો માં તલવાર છે
મનની વાત વિના કહે સમજી જાય માં અંતરયામી છે
પોતે ભીને સુઈ ને આપણને સુકે સુવડાવે ખરેખર
તને સત સત વંદન છે માં
લી. "આર્ય "

Read More

પ્રકૃતિનો નિયમ છે
તમે જેને સમય આપશો
એ તમારું થઈ જશે

સુરજબા ચૌહાણ આર્ય

પારકા બૈરા દૂરથી દેખાય છે ઠાકોરજીની,
મૂર્તિ નજીકથી પણ ક્યાં દેખાય છે.

કોઈની નિંદા કરવી હોય તો,
જીભ સળસળાટ દોડે છે.

પણ પ્રભુ ભજન કરવું હોય તો,
અમારાથી હવે ક્યાં બોલાય છે.

કોઈની નીંદા થતી હોય તો,
દીવાલમાંથી સંભળાઈ જાય છે.

કથા શ્રવણનું કહો તો કહે,
કાને હવે ક્યાં સંભળાય છે.

પારકુ ખાવું હોય તો પેટ ભરીને ખવાય છે,
ઘરનું ખાવુ પડે તો પેટ ખરાબ થઇ જાય છે.

કોઈનું કામ બગાડવું હોય તો,
ઘરનું ભાડું ભરીને બગાડી આવશે.

પણ કોઈનું સારું કરવું હોય તો,
ઉમરા પણ ડુંગરા જેવડા દેખાય છે.

મિત્રો રામનું નામ તો ભાગ્યમાં લખ્યું હોય તો જ લેવાય છે,
બાકી રામ મંદિર નો પૂજારી પણ પ્રભુ સ્મરણ વિના જાય છે.

લી. "આર્ય "

Read More

મિત્રો હું 19 વર્ષ ની હતી ત્યાર થી, 2011 થી નિયમિત રામાયણ વાંચું છું.
કોઈ ધર્મનું કામ કરતું હોય તો પણ અમુક મૂર્ખ લોકોને અદેખાઈ આવતી હોય છે. એક બેન મને કહે રામાયણ વાંચીએ ને તો પાગલ થઈ જઈએ. એ બેન ને ખબર નહોતી કે હું દસ વર્ષથી રામાયણ વાંચું છું. એ બેન ને એમ કે આજકાલથી વાંચવા નવું નવું શીખ્યા હશે હું કહીશ એટલે ડરથી બંધ કરી નાખશે. આવી પબ્લિક છે દુનિયામાં પોતે તો ના વાંચે બીજું વાંચતો હોય એને ડરાવે. હૂ તો દસ વર્ષથી વાંચતી હતી એટલે વાંધો ના આવ્યો પણ કોઈએ નવું ચાલુ કર્યું વાંચવાનું તો એ તો ડરના કારણે બંધ કરી નાખે ને. મિત્રો હું મારા મમ્મી પપ્પા સાથે દુકાનમાં ધાર્મિક ગ્રંથો લેવા જતી, ત્યારે દુકાનદાર ભાઈ કહેતા કે બાપુ તમે ભાગીશાળી છો કે તમારી દીકરી 19 વર્ષ ની ઉંમરમાં રામાયણ જેવા ધાર્મિક ગ્રંથો વાંચે છે બાકી આ ઉંમરની અમુક દીકરીઓ એવું સાહિત્ય લેવા આવે છે કે અમને દેતા શરમ આવે છે. મારી પાસે તુલસીકૃત રામાયણ, મહાભારત,શિવ મહાપુરાણ, ગણેશપુરાણ
, શ્રીમદ ભાગવત પુરાણ, વિદુર નીતિ, ચાણક્ય નીતિ, વાલ્મિકી રામાયણ છે.મને ધાર્મિક ગ્રંથ વાંચવાનો બહુ જ શોખ છે.
લી. "આર્ય "

Read More

પાળીયા થઈ એ નર પૂજાય,
જે રક્તની સરિતામાં ન્હાય .

યુદ્ધના મેદાનમાં મસ્તક વિનાના ધડ એના લળે,
જેની જનેતા પર પુરુષના પડછાયામાં પણ ના ફરે.

સ્વેચ્છાએ સતી એ જ સ્ત્રીઓ થાય છે જેને,
પોતાના પ્રાણ કરતાં સંસ્કૃતિ વધારે વ્હાલી હોય.

શૂરવીરને મૃત્યુનો ડર નથી હોતો પણ,
કાળ ને શૂરવીર નો ડર અવશ્ય હોય છે.

કારણ શૂરવીરનુ શરીર મૃત્યુ પામે છે,
પણ એનો આત્મા અમર થઈ જાય છે.

લી. "આર્ય "

Read More