Quotes by Ghanshyam Patel in Bitesapp read free

Ghanshyam Patel

Ghanshyam Patel

@ghanshyampatel1130


કાયમ બંને બાજુ રહેવાવાળા

વખત આવ્યે.....

એકેય બાજુના રહેતા નથી.

ઓછું તો થવાનું જ હતું
પાણી...

ન કોઈની આંખો માં બચ્યું છે,
ન તો કોઈ ની લાગણી માં .

પચાસ પુરા થઈ ગયા ,
ત્યારે ફાળ પડી કે ,
હજુ સાચું જીવવાનું
તો બાકી છે.

શરીરને થોડું ટટ્ટાર કર્યું ફરીને જીવવા માટે,
ત્યાં ખબર પડી કે , મણકાઓ ઘસાઈ ગયા છે.

આંખોને જ્યાં ખોલી સ્વપ્નાંઓ જોવા માટે,
ત્યાં ખબર પડી કે , આંખોમાં તો મોતિયા છે.

દિલ પર હાથ રાખી નવી જ સફર શરૂ કરી,
ત્યાં ખબર પડી કે , એક બે નસો જ બંધ છે.

મુઠ્ઠીઓ વાળી ફરી વખત થોડું દોડી લેવા ગયા,
ત્યાં ખબર પડી કે , શ્વાસ તો સાવ ટૂંકા જ છે.

સંતાનો સાથે બેસી વાતો કરવાની ઈચ્છા થઈ,
પણ બધાં જ તેમની જિંદગીમાં વ્યસ્ત છે .

થોડાં અધૂરાં સંવાદો ફરી કર્યા પત્ની સાથે,
ત્યારે ખબર પડી કે , તેને તો કાનમાં બહેરાશ છે.

અંતે મિત્રોની ટોળકીમાં જઈને ધીંગામસ્તી કરી .
ત્યારે અહેસાસ થયો કે ,
શાંતિનો વાસ તો અહીં જ છે .

એટલે જ તો કહેવાય છે કે ,
પુરૂષો ને પિયર નથી હોતું , પણ મિત્રો નું વૃંદાવન હોય છે .

Read More

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


એ જ વાતથી ગજ-ગજ ઉઠે છાતી ,
હું ને મારી ભાષા બન્ને ગુજરાતી .

ખંત, ખમીર અને ખુશીની અમીરાત એટલે ,
ગુજરાત….....

સાહસ, સંવાદ, સમર્પણનું સગપણ એટલે ,
ગુજરાત….....

સમજદારી ભરી સમતાનુ સરનામુ એટલે ,
ગુજરાત….....

જય જય ગરવી ગુજરાત .


ગુજરાત સ્થાપના દિવસે તમામ વૈશ્વિક ગુજરાતીઓને અભિનંદન અને પ્રણામ .

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા .

Read More

होता अगर मुमकिन तुझे सांस बनाकर रखता सीने में ,



तू रुक जाती तो में नही,
मैं रुक जाता तो तू नही।

આપણા ગુજરાતીઓ માં શ્રીરામ ભરપૂર છે.


નમસ્કાર પછી ,
સૌ પ્રથમ તો રામ રામ .

મુસીબતથી બચી જાય તો ,
રામ રાખે તેને કોણ ચાખે .

ના ખબર પડે તો ,
મારો રામ જાણે .

જતું કરવા માટે ,
એને રામ રામ કરો .

ભાંગી જાય ત્યારે કહે ,
રામ રોટલો થયો .

દવા દેતી વખતે બોલે ,
આ તો રામ બાણ ઇલાજ છે .

સારી જોડી જુએ તો કહે ,
આ તો રામ સીતાની જોડી .

જીવનમાં જલસા હોય તો કહે,
રામ રાજ્ય અને પ્રજા સુખી .

અને ......

છેલ્લે મરતી વખતે પણ ,
એના રામ રમી ગયા .

સ્મશાનમાં જતી વખતે પણ ,
રામ બોલો ભાઈ રામ .......
રામનામ સત્ય હે .


|| જય શ્રી રામ ||

🙏રામ નવમીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ 🙏

Read More

જે લોકો પોતાના પરિવાર માટે 23 વર્ષ થી 56 વર્ષ
કમાવવા માં વ્યસ્ત રહે છે ,આજે તેમને સમર્પિત છે ,
આ નાનકડી રચના.........

કેવી રીતે 23 વર્ષ થી 56
વર્ષની આ સફર પુરી કરી.....
ખબર જ ના પડી .

શુ પામ્યા શુ ગુમાવ્યું.....
ખબર જ ન પડી .

બચપણ ગયુ , ગઈ જવાની .
ક્યારે પ્રૌઢ થયા.....
ખબર જ ના પડી .

કાલ સુધી તો દીકરો હતો,
ક્યારે સસરો થયો.....
ખબર જ ના પડી .

કોઈ કહેતું ડફોળ છે ,
કોઈ કહેતું હોશિયાર છે .
શુ સાચું હતું.....
ખબર જ ના પડી .

પહેલા માં બાપ નુ ચાલ્યું ,
પછી પત્ની નુ ચાલ્યું .
પછી ચાલ્યું છોકરાઓનુ ,
મારું ક્યારે ચાલ્યું.....
ખબર જ ના પડી .

દિલ કહે છે હજુ જવાન છુ,
ઉમ્ર કહે છે સાવ નાદાન છુ ,
બસ આ જ ચક્કર માં કયારે
પગ ઘસાઈ ગયા.....
ખબર જ ના પડી .

વાળ જતા રહ્યા , ગાલ લબડી ગયા .
ચશ્માં આવી ગયા ,
કયારે સુરત બદલાઈ ગયી.....
ખબર જ ના પડી .

કાલ સુધી કુટુંબ જોડે હતા ,
કયારે કુટુંબ વિખરાયા ,
કયારે નજીક ના દૂર ગયા.....
ખબર જ ના પડી .

ભાઈ બહેન સગા સબંધી ,
ટાણે તહેવારે ભેગા મળે ,
ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી.....
ખબર જ ના પડી .

જીંદગી ને જીવ ભરી જીવી લે ,
પછી ન કહેતો કે............
ખબર જ ના પડી .

--- અજ્ઞાત. 🙏

Read More

तो क्या हुआ ?
जो आप नहीं मिलते हमसे ,

फिर भी जिंदगी तो कटती ही रहती है।

और जिंदा भी तो हे हम।

(૧) ઉનાળાનું પહેલું અમૃત !

ખારી, મીઠી છાશ! ૪/૫ ગ્લાસ પીવો ત્યારે મનમાં થાય છે હાશ.


(૨) ઉનાળાનું બીજું અમૃત !

કાચી કેરીનો બાફલો, ૨/૪ ગ્લાસ પીવો તો ગરમીનો દૂર થાય કાફલો.



(૩) ઉનાળાનું ત્રીજું અમૃત !

લીલા નારિયેળનું પાણી, જલ ક્ષય મટાડે ભલે જાત હોય બફાની.



(૪) ઉનાળાનું ચોથું અમૃત !

તીખી, રડાવતી ડુંગળી, ગમે તેટલી લુ લાગે, તેને જાય છે ગળી.



(૫) ઉનાળાનું પાંચમું અમૃત !

લીંબુ ખાટું ખાટું, શરબત બનાવી ને પીવો, તો લુને મારે પાટું.



(૬) ઉનાળાનું છઠ્ઠુ અમૃત !

લીલું લીલું તરબૂચ! તેના શરબત પીવાથી દૂર થાય, ઓછા પેશાબની ગૂંચ.


(૭) ઉનાળાનું સાતમું અમૃત !

ગુલાબનો ઠંડો ગુલકંદ! દૂધમાં નાખી પીવો તો સ્વાદે છે મનપસંદ.


(૮) ઉનાળાનું આઠમું અમૃત !

કોકમનું શરબત ! હાયપર એસિડિટી ઉપર આ શરબત ફેરવે મોટી કરવત.



(૯) ઉનાળાનું નવમું અમૃત !

મીઠો સુગંધી વાળો, પાણીમાં નાખી પીશો તો નહિ નડે કાળો ઉનાળો.



(૧૦) ઉનાળાનું દસમું અમૃત !

કેરીનું કચુંબર, તડકામાંથી આવ્યા હો તો ગરમી કરે છુમંતર.



(૧૧) ઉનાળાનું અગિયારમું અમૃત !

કાચી કેરીનો મુરબ્બો, સખત તાપને લુને તે પાછળથી મારે ધબ્બો.


(૧૨) ઉનાળાનું બારમું અમૃત !

પાકી કેરીનો રસ, સૂંઠ ઘી નાખી પીશો તો રાજી થશે નસે નસ.



ઉનાળાના આ છે અમૃત બાર,

જે ઉનાળાના રોગોને કરે છે ઠાર.

Read More

🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕

માં આધ્યાશક્તિની આરાધનાના પાવન પર્વ …….

ચૈત્રી નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

🛕🙏જય શ્રી અંબે 🙏🛕

Read More