....." કર્મ પાછાંય આવે "
ઘણા હોય એવા જે આડાય આવે.
જીવનની સડક પર ખાડાય આવે.
જો રાખશો શોખ ફોરમનો તમે, તો
ફૂલોને ચૂંટતાં હાથમાં કાંટાય આવે.
મુસીબત ભરી છે જિંદગીની ડગર,
નવાં હર એક મોડ પર ફાંટાય આવે.
કર્મના સિધ્ધાંતને અનુસરતાં રહેવું,
કારણ, કર્યાં કર્મ કદી પાછાંય આવે.
ધૈર્ય ધરવી સારી છે "વ્યોમ", પણ
ક્યારેક ધૈર્યના ફળ ખાટાંય આવે.
નામ:-✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.