હજુ માન્યતા ક્યાં બદલાય છે???
અઢારમી સદી હોય કે એકવીસમી
સભા વચ્ચે દ્રૌપદી, લાચાર ઊભી છે આજ,
કૌરવોના પાપનું, આ કેવું છે રાજ?
પાંચ પતિ હોવા છતાં, લાચાર છે નારી,
વસ્ત્રો ખેંચાય છે, જાણે કે આફત છે ભારી.
ભીષ્મ, દ્રોણ પણ મૂંગા, ક્યાં છે ધર્મની વાત?
અધર્મનો વિજય, ને ધર્મની છે હાર.
કૃષ્ણની પુકાર, ને આંખોમાં આંસુની ધાર,
ચીર પૂર્યા કૃષ્ણએ, ને પાપનો થયો સંહાર.
ન્યાયની દેવી પણ, જાણે કે રડી રહી છે,
દ્રૌપદીની વેદના, હૃદયને ચીરી રહી છે.
પાંચાલીનો શ્રાપ, ને કૌરવોનો વિનાશ,
અધર્મનો અંત, ને ધર્મનો પ્રકાશ.
અન્યાય સહન કરનાર, એ પણ પાપી ગણાય,
દ્રૌપદીની ચીસ, આજે પણ ગૂંજે સભા મય.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹