..." શરૂઆત વસંતની "
નજરથી નજરની વાત થઈ રહી છે;
લાગે છે વસંતની શરૂઆત થઈ રહી છે;
હું, તું અને ફક્ત આ હરીયાળા રસ્તા,
ન જાણે કેવી મુલાકાત થઈ રહી છે?
ઝાકળે ભરી લીધો આલિંગનમાં સૂર્યને,
એટલે સવાર સવારમાં રાત થઈ રહી છે;
દિલનું ધડકવું ને પછી ધડકન ચૂકી જવું,
શું દિલને મહેસૂસ કોઈ ઘાત થઈ રહી છે?
આવી છે ઋત મહોબ્બત કરવાની "વ્યોમ"
ગઝલ દ્વારા પ્રેમની રજુઆત થઈ રહી છે;
નામ:- ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.