..." ફુલોથી રૂબરૂ કરું "
આરજુ છે કે તને ફુલોથી રૂબરૂ કરું;
ફોરમની સંગાથે થોડીક ગુફતેગું કરું;
પાનખરમાંય મહેકી ઊઠે છે કેશ તો,
આજ વસંતની જરા જુસ્તેજુ કરું;
સ્પર્શી તારા તનને, પવન થયો માદક!
હું પણ મારા મનને થોડું બહેકતું કરું;
ચાંદ સિતારા પણ થયાં દિવાના તારા,
તો, હુંય આ દિલને તારું દિવાનું કરું;
"વ્યોમ" ક્ષિતિજ પર મળે કે ન મળે,
તું આવ પાસે, દિલથી દિલ ઢુકડું કરું;
નામ:- ✍...વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.