#Character

એક અગત્યનો સવાલ છે મારો આપ સૌને
શું એક સ્ત્રીનું broad minded કે આધુનિક Lifestyle થી જીવવું એ ખોટું છે..?

મતલબ એક સ્ત્રી જે પોતે સાસરીમાં રહીને પણ
પોતાને comfortable હોય તેવા કપડાં પહેરે
અને આખા ઘરની જવાબદારી પોતાની માથે લઈ લે..

જેવીકે પતિની પ્રેમિકા થી માંડીને સાસુ-સસરાની
ક્યારેક દીકરી બનીને ઘણો હેત વરસાવી દે તો ક્યારેક
આયા બની જાય તો ક્યારેક નર્સ બની ઘરના વડીલોની સેવામાં કોઈ કમી બાકી ના રાખે. એટલે સુધી કે તે જરૂર પડે તો પોતાના વડીલોનાં Stools પણ સાફ કરતી હોય છે ..તેમ છતાં તેને આધુનિક વિચાર કે રહેણીકરણીને કારણે ઘણા સારા ખોટા બોલનારાઓનો સામનો કરવો પડતો હોય છે...

જ્યારે તેની સામે ઘણા એવા પણ કિસ્સાઓ જોવા મળતા હોય છે કે ઘરની સ્ત્રી હંમેશા સાડીમાં વીંટળાયેલી તેમજ ગળા સુધીના ઘૂંઘટમાં રહેતી હોય અને ઘરના જેટલા દીકરા તેટલા ઘરના ટુકડા કર્યા હોય..
અને મા-બાપને તો ક્યાં રહેવું ઘડપણ માં તે જ સવાલ હોય છે ..

તો શું ફાયદો તે ઘૂંઘટનો કે જે ઘરના પરિવારના ટુકડા થતા રોકી ન શકે અથવા તો પોતે જ ટુકડા કરે..?

હવે તમે જ વિચારો કે પોતાના comfort zone મા રહીને પણ પોતાના આખા પરિવારની બધી જવાબદારી એકલા હાથે માથે ઉપાડે તેમાં મર્યાદા સમાયેલી છે ? કે પોતાના માટે પોતાનું અલગ comfort zone બનાવીને ઘર પરિવારને વેર વિખેર કરી નાખે તેમાં મર્યાદા સમાયેલી છે.. ?

શું પહેરવેશ કે રહેણી કરણીમાં જ ચરિત્રનો માપ દંડ સમાયેલો છે..?

...અમી...

Gujarati Motivational by ︎︎αʍί.. : 111934363
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now