સુના રે શમણાચુપ ચાપ ,
જોબન છલકાતું નથી.
હસવું લાગે એ જણોની,
સામે કોય મલકાતું નથી.
કોય ત્યાં છે કે નહીં,
એવાને એ જોવાતું નથી.
ઊરમા વહે અવીચળતા,
વિશાળતાને વાહાતું નથી.
કોય ક્ષિતિજે કોઈ નીશીથે,
કોઈ ને કાંઈ પમાતુ નથી.
સ્વયં ફના સ્વના સર્જન થકુ,
વિસર્જન વિચારાયું નથી.
ભરીએ યાદોની અટારી,
ઊલચાય તોય ભરાતું નથી.
ફનકાર ભલે વહે ચિનગારી વત.
એવામાં અંધારે રહેવાતું નથી.
મનરવ મદ ઘેલી મુર્ખામી વહે,
એવાને કશું કાંઈ કહેવાતું નથી.
શબ્દ સમજ્યા વિના તો ઘણા.
અંધારે પ્રકાશ પુજ દર્શાવતું નથી.