પપ્પા મારા,, ક્યારે વૃદ્ધ થઈ ગયા. ખબર જ ના પડી
જોત જોતા માં વર્ષો વીતી ગયા. ખબર જ ના પડી
કૈલાશ ને ગિરનારથી પણ વધારે એનું ઊંચું કદ છે.
એ ક્યારે વાંકા ચાલવા માંડ્યા. ખબર જ ના પડી
"બાટાની" દુકાન સામું થોડીવાર સ્થિર થવાઈ જતું.
ઘરે બીટા ને જોયા પછી બધું આમજ ખોવાઈ જતું
timex ટાઇટન ને સિટિઝન ની ખબર તો બધી હતી,
શર્ટ પેન્ટ ને શાળામાં ખોવાઈ જતા ખબર જ ના પડી,
કારતક ફાગણ ને શ્રાવણની એને ક્યાં ખબર જ હતી,
એક પિતા એક પુત્ર એક પતિને કશી ખબર જ ના પડી,
સૂર્યનો ઉદય ને ચંદ્રનો ઉદય તો થતો રહેતો સમયસર,
જાગરણના ઉપવાસની તો તને ખબર જ ના પડી,
કેટલામાં ભવે ચુકવીશ તું ઋણ "દવે" હવે
ઋણના રોજમેળની તો તને ખબર જ ના પડી,,
ખબર જ ના પડી,