ક્ષણે ક્ષણે ઓગળતી હોવા છતાં,
થીજુ છું એક જ ક્ષણે ,
એવું કેમ છે ?
ઉકળતા આ સંતાપમાં બળું છું હંમેશ,
છતાં એ જ મુલાકાતમાં ઠરું છું ,
એવું કેમ છે?
મૃગજળ જોઈ હરણાં સમ તરસુ ,
છતાં બસ એ જ મળ્યાની સંતૃપ્તિ,
એવું કેમ છે ?
વાદળોની જેમ અંધકાર છવાયો છે અંતરે ,
તોય વીજળી સમ તણખાથી થાવ પ્રકાશિત,
એવું કેમ છે ?
વાત તો હજીયે ત્યાં જ થંભી છે ,
તોય લખાય છે અનેક પ્રકરણ,
એવું કેમ છે ?
આંધળી દોટ મૂકીને પછતાયા પછી શું ,
ગઈ અને આવતી બેય ઘડીઓ 'આજને' વીંટળાય છે ,
એવું કેમ છે ?
રહ્યા કે વહ્યા નો અફસોસ નથી કરવો ,
હવે જે મળે છે એમાં જ થાવ છું ખુશ ,
એવું કેમ છે ?
લાગે છે સૃષ્ટિના સર્જનહારને કંઇક ભૂલ પડી,
નહિ તો સર્જન માં પણ લખે છે વિસર્જન,
એવું કેમ છે ?
# માહી