ફરી એક વખત કહીશ
ઘરના વડીલોની અદેખાઈ અને છોકરાઓને કછું જ નહીં કહેવાની ટેવ ઘણા ખરા કેસમાં આત્મહત્યા તરફ દોરી જતી હોય છે.
છોકરાઓને હવે ચેલેન્જ અને અસફળતા બેઉ ગમતી નથી, બધું સરળ અને સીધું જ જોઈએ. ત્યારે કોઈપણ પડકાર આવે એટ્લે મૂંઝાઈ જાય, ડરી જાય અને તરત એમાંથી બહાર નીકળવાની કોશિશ કરતાં હોય છે. અને એ બહાર નીકળવાની કોશિશ ખરેખર સમસ્યાના ઉકેલ માટે નહીં પણ સમસ્યાથી ભાગવાની કોશિશ હોય છે.
આપણે છોકરાઓને સમસ્યાનો ઉકેલ લાવવાનું શીખવાડીએ, સમસ્યા સામે જજુમતા શીખવાડીએ, અને જો સમસ્યા જટિલ હોય, કોઈ તરત નિવારણ નથી મળતું તો સમસ્યા સાથે જીવતા શીખવાડીએ.
પણ મને દુઃખ સાથે જણાવવાનું થાય છે કે ઘરના વડીલો, વાલીઓ પણ સમસ્યા ના ઉકેલ માટે નહીં પણ કોઈ તરત દવા અને છટકબારી માટે છોકરાઓને પ્રેરે એટલે છોકરાઓ કોઈપણ પ્રયત્ન વગર ભાગવાની તૈયારી કરે, એ ભાગવાની તૈયારી એટલે આત્મહત્યા.
નાની મોટી બાબતે છોકરાઓને જ્યારે તમે આ કહેતા સાંભળો કે " બસ હવે સહન નથી થતું, થાકી ગયા આ તકલીફ થી" , કે પછી અચાનક ખુબજ શાંત થઈ જતા છોકરાઓ, અચાનક ખૂબ એગ્રેસિવ થતાં છોકરાઓ દેખાય, ત્યારે એલર્ટ થઈ જવું કે છોકરાઓ છટકી જવાની તૈયારી કરી રહ્યા છે.
આત્મહત્યા ઘરનાં સભ્યો જ રોકી શકે જો તેઓ છોકરાઓ ના વર્તન અને વાણી પર થોડીક નજર રાખે અને સમયાંતરે પ્રશ્નો કરતા રહે.
- મહેન્દ્ર શર્મા ૧૦.૦૯.૨૦૨૨