#ટોપિકફોટોઓફધડે
"માઈક્રોગ્રેવિટિ"
પૃથ્વીની બહાર અવકાશમાં ઝીરો ગ્રેવિટિ છે તેમ કહેવાય છે પરંતુ પૃથ્વીની બહાર અથવા સમગ્ર બ્રહ્માંડમાં એવી એક પણ જગ્યા નથી કે જ્યાં ચાર બળો (ગુરુત્વાકર્ષણ(ગ્રેવિટિ), ઈલેક્ટ્રો મેગ્નેટિક ફોર્સ, સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ અને વીક ન્યુક્લિયર ફોર્સ)માંથી કોઈ પણ એક બળની માત્રા ઝીરો હોય અથવા તે બળ હાજર જ ન હોય! બ્રહ્માંડમાં દરેક જગ્યાએ ચાર બળો હાજર હોય જ છે! હા, તે ઓછા - વત્તા પ્રમાણમાં હોઈ શકે છે!
બ્રહ્માંડમાં ક્યાંય ઝીરો ગ્રેવિટિ જેવી પરિસ્થિતિ હોવાનું શક્ય નથી, અવકાશ અથવા બ્રહ્માંડમાં ગ્રેવિટિ હાજર હોય છે પરંતુ તેનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે આવી પરિસ્થિતિને "માઈક્રોગ્રેવિટિ" કહે છે!
હવે સ્પેસ સ્ટેશનની વાત કરીએ તો સ્પેસ સ્ટેશનમાં પણ જો કોઈ પ્રયોગ થતો હોય તો તે "માઈક્રોગ્રેવિટિ" માં કરવામાં આવે છે!
સ્પેસ સ્ટેશનમાં એસ્ટ્રોનોનટ્સ ધ્વારા "ઝીરો ગ્રેવિટિ" નહી પરંતુ "માઈક્રોગ્રેવિટિ" શબ્દનો જ ઉપયોગ થતો હોય છે!
હવે સ્પેસ સ્ટેશનમાં રહેલ એસ્ટ્રોનટ્સ, જો સ્પેસ સ્ટેશનની બહાર રહેલ સોલર પેનલ્સ અથવા સ્પેસ સ્ટેશનની બહારના ભાગે કંઈક ખામી સર્જાય અથવા તો હબલ ટેલિસ્કોપ(હબલ ટેલિસ્કોપ એ એક સ્પેસ ટેલિસ્કોપ છે જેને પૃથ્વીની ઓર્બિટમાં મૂકવામાં આવ્યું છે જેનું કાર્ય બ્રહ્માંડમાં રહેલ ગેલેક્સીસ અને આપણી ગેલેક્સીમાં રહેલ તારાઓનો અભ્યાસ કરવાનું છે.)માં પણ જો કોઈ ખામી સર્જાય તો તેને રીપેર કરવા માટે સ્પેસ સ્ટેશનની બહાર નીકળતાં હોય છે જેને "સ્પેસ વોક" કહે છે! સ્પેસ વોક દરમિયાન એસ્ટ્રોનટ્સને સ્પેસ સ્ટેશનની બહાર આવેલ "રોબોટિક આર્મ" સાથે બાંધવામાં આવે છે જેથી એસ્ટ્રોનટ્સ સ્પેસ સ્ટેશનની નજીક જ રહે અને સ્પેસમાં ફંગોળાઈ ન જાય! જ્યારે હબલ ટેલિસ્કોપમાં ખામી સર્જાઈ હોય તો જ્યારે તે સ્પેસ સ્ટેશનની નજીકથી પસાર થાય ત્યારે તેને રોબોટિક આર્મ ધ્વારા પકડવામાં આવે છે અને સ્પેસ સ્ટેશનની વધુ નજીક લાવવામાં આવે છે જેથી એસ્ટ્રોનટ્સ તેને રીપેર કરી શકે!
હવે સ્પેસ સ્ટેશનમાં અથવા સ્પેસ વોક દરમિયાન પણ તમે જુઓ તો એસ્ટ્રોનટ્સ હવામાં તરતાં હોય છે ત્યારે ઝીરો ગ્રેવિટિ નથી હોતી પરંતુ તે માઈક્રોગ્રેવિટિ હોય છે જેથી તેઓ હવામાં તરતાં હોય છે એટલે કે ગ્રેવિટિ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે!
-નીલકંઠ