કોઈ કાગળ ને કલમ આપે અને મન ની મથામણો એના પર ઠલવાય ને થાક થોડો હળવો થાય. દુઃખ નો એકાદ કટકો અળગો પડે તો કદાચ જિંદગી જીવી શકું.
એકલી ચાલતી જાઉં ને તરસ લાગે ને કૈક પાણીના પરબ સમો આશરો મળી જાય અને
મનને હળવાશ મળે
અંધકારમાં અજવાસ મળે
તો કદાચ જિંદગી જીવી શકું.
આંસુની ધાર અને
કસોટીઓની ભરમાર ,
પીડાનો સાથ અને દર્દ અપાર
ત્યારે હોય જો લાગણી ધોધમાર
તો કદાચ જિંદગી જીવી શકું.
તુંટુ, પડું કે પછી સાવ જ ભાંગી પડું ,
દુઃખ અસફળતા કે અવિશ્વાસ થી ચળી પડું
, ત્યારે હોય જો ખુદ પર વિશ્વાસ અને ખુદથી જ પ્રેમ તો કદાચ જિંદગી જીવી શકું .
તો કદાચ જિંદગી જીવી શકું ....
- Minii Dave