તે ચુડી, ચાંદલો, સિંદુર અને નથણીનો શણગાર કરીને બની ગઈ સુહાગણ,
તે માથે લાલ ચુંદડી ઓઢી ને મંગલસુત્ર પહેરી બની ગયા મારા જીવનસાથી....
તે હાથમાં મહેંદી મૂકાવી ને હોઠે લિપસ્ટિક લગાવીને બની ગઈ દુલ્હન,
તે પગમાં ઝાંઝર ને વાળમાં વેણી નાખી બની ગઈ મારી જીવનસંગીની...
તે દીકરી, બહેન માંથી બની ગઈ સાસરાની જવાબદાર વહુ,
તે પિયરનું ઘર આંગણ છોડીને બની ગઈ મારી પત્ની...
તે મંડપમાં અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરીને બની ગઈ નવોઢા,
તે સુખ દુઃખની પરિસ્થિતિમાં સાથ આપીને બની ગઈ મારી અર્ધાંગિની...
તે પરિવારના બધાં સભ્યોને જમાડીને બની ગઈ અન્નપૂર્ણા,
તે બે કૂળની ઈજ્જત રાખીને બની ગઈ સાચા અર્થમાં લક્ષ્મી....
તે બધાં પાત્રો ને જવાબદારી નિભાવી બખૂબી બનીને સુહાગણ,
તે લગ્નથી મૃત્યુ સુધી સાથે રહીને ફરજ બજાવી બનીને મારી સંગાથી.....
-Bhargav Jagad