આ રચનાનો પહેલો શેર, કોરોનાની બીજી લ્હેર સમયે જીવનના છેલ્લા શ્વાસ ગણી રહેલ મારા એક સ્ટાફમિત્ર માટે છે.
“ત્યાં સુધી જ”
“દોસ્ત, આ તામજામ ત્યાં સુધી જ છે,
શરીર નશામાં રહે, આ જામ ત્યાં સુધી જ છે”...
વાત રાખે ખાનગી,
આ સલામ ત્યાં સુધી જ છે...
તારા પ્રેમપત્રની ઓળખસમી,
આ સુવાસ ત્યાં સુધી જ છે...
તું કરે એકરાર જ્યા પણ ક્ષિતીજે,
મારું ધ્યાન ત્યાં સુધી જ છે...
મેલાઘેલા કપડામાં,
રંગ લાવે મહેનત ત્યાં સુધી જ છે...
કર્મફળનો સિધ્ધાંત કોઈને નથી છોડતો,
આ વિશ્વાસ ત્યાં સુધી જ છે...
તું ચાહે ગમે ત્યાં ફરે,
આખરે તારે જવું ત્યાં સુધી જ છે...
શરીર પર સફેદ કાપડ,
જાણે છેલ્લો પડાવ ત્યાં સુધી જ છે...
અણઘડ, અળવીતરો, અવળચંડો,
આ સ્વભાવ ત્યાં સુધી જ છે...
કલમને આપું છું આરામ,
આ રચના અહી સુધી જ છે.
-સા.બી.ઓઝા
૦૯૩૦૨૦૦૪૦૬૨૧