The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ રચનાનો પહેલો શેર, કોરોનાની બીજી લ્હેર સમયે જીવનના છેલ્લા શ્વાસ ગણી રહેલ મારા એક સ્ટાફમિત્ર માટે છે. “ત્યાં સુધી જ” “દોસ્ત, આ તામજામ ત્યાં સુધી જ છે, શરીર નશામાં રહે, આ જામ ત્યાં સુધી જ છે”... વાત રાખે ખાનગી, આ સલામ ત્યાં સુધી જ છે... તારા પ્રેમપત્રની ઓળખસમી, આ સુવાસ ત્યાં સુધી જ છે... તું કરે એકરાર જ્યા પણ ક્ષિતીજે, મારું ધ્યાન ત્યાં સુધી જ છે... મેલાઘેલા કપડામાં, રંગ લાવે મહેનત ત્યાં સુધી જ છે... કર્મફળનો સિધ્ધાંત કોઈને નથી છોડતો, આ વિશ્વાસ ત્યાં સુધી જ છે... તું ચાહે ગમે ત્યાં ફરે, આખરે તારે જવું ત્યાં સુધી જ છે... શરીર પર સફેદ કાપડ, જાણે છેલ્લો પડાવ ત્યાં સુધી જ છે... અણઘડ, અળવીતરો, અવળચંડો, આ સ્વભાવ ત્યાં સુધી જ છે... કલમને આપું છું આરામ, આ રચના અહી સુધી જ છે. -સા.બી.ઓઝા ૦૯૩૦૨૦૦૪૦૬૨૧
અંજાર શહેર ઉપર મારા સસરા દ્વારા લખેલ રચના -: અંજાર વંદના :- “અંજાર” તુજ ઈન્તજાર, કેવો મળવા અનેરો ઉમંગ ઈન્તજાર, સરળ, સાદગીભર્યા માનવી પૂનિત ધરા મળવા ઈન્તજાર, બની આ ભૂમિ પૂણ્ય “દાદા અજયપાળ” ને વળી સતી તોરલે, ને વળી ધરા પ્રકાશીતેજ પૂંજે ધૂણી ધખાવી સંત જેસલે, અહોનિશ અભિષેક જ્યા “મકલેશ્વર”ને વળી “જડેશ્વર” ના થાય, જ્યા માનવ મહેરામણે કેવો ઊમંગ “હર હર” મહાદેવ નાદ સંભળાય, રણકેરી કંકણો ઝીણી, તીખી ઉડે અભ્રે જાણે ઝાકળ છવાઈ, કેવી અનેરી શોભા, હૈયે ઉલ્લાસ જ્યા ચોમેર આનંદ છવાઈ, વર્ષ બાર પૂર્વે ધરાધણણી, કલશોર કાલિમા કાળરાત્રી બની, ચોમેર વિનાશ, નજર જ્યા પડે, અંજાર તુજ ભૂમી શોક મગ્ન બની, દિગમુઢ બની બહાવરા લોક, દુ:ખશોક લોક હૈયે કાયમ રહ્યા, નયને આંસુઓ સુકાયા, હ્રદયમાંથી ભાવો શૂન્યમાં સમાયા, કરું છું વંદના યશનામ ધરતી, ઉમ્રભર તુજને વંદતો રહું, યુગાન્તે પણ તવ કીર્તિગાથા, કાયમ રહે એ પ્રાર્થના કરતો રહું. શ્રી એન.એમ. ઠાકર, ધ્રોલ તા.૧૮-૨-૨૦૧૪
Sagar Oza લિખિત વાર્તા "વાર્તાકારની વાર્તા" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19920221/the-story-of-the-narrator
અંજાર શહેર પર મારા સસરાએ લખેલ સોનેટ
Sagar Oza લિખિત વાર્તા "આરોપ" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19915633/accused
આવુ કેમ? હમણા થોડા દિવસ પહેલાનો મારી નજર સામે બનેલો એક બનાવ કહેવાનું મન થાય છે. વાત એમ હતી કે મારી રોજની આદત મુજબ હુ સવારના ભાગમા સાયકલીંગ કરવા નીકળી પડ્યો. લગભગ આઠ વાગ્યા હતા. હુ રોજના સાયકલીંગ રૂટ પર જઈ રહ્યો હતો. વાતાવરણ ખુશનુમા લાગી રહ્યું હતુ. રસ્તામાં ઘણા લોકો ચાલવા નીકળી પડ્યા હતા. કામ ધંધાવાળા લોકો પોત પોતાના કામે જ્વા નીકળી રહ્યા હતા. અમુક દુકાનોવાળા દુકાનમા સાફ સફાઈ કરી રહ્યા હતા. રસ્તા પર કચરો ભેગો કરીને ડમ્પ કરવાની ટ્રોલીઓ રાખેલી છે. આવી જ બે-ત્રણ ટ્રોલીઓ મારા સાયકલીંગના રૂટ પર આવતી હતી. થોડે આગળ જતા જ એક સોસાયટી વિસ્તાર આવે છે. ત્યા મકાનો ઘણા બધા છે પણ સવારના એ સમયે લોકોની ઓછી અવરજવર રહેતી હોય છે. એજ સમયે, એ રસ્તા પર એક બાઈકવાળા ભાઈ થોડી સ્પીડમાં મારી આગળ નીકળ્યા. આગળ જઈને તે એક બંધ મકાન પાસે ઊભા રહ્યા અને બાઈકના હુકમાં બાંધેલ પ્લાસ્ટિકની બેગ એ બંધ મકાન પાસે ફેંકીને તરત જ ત્યાંથી જતા રહ્યા. હુ સાઈકલમાં હતો, મેં ધ્યાનથી જોયું તો એ પ્લાસ્ટિકની બેગમાં જમવાની ૧૫-૨૦ ડિસ્પોઝેબલ થાળીઓ જે વપરાયેલ હતી (કદાચ એ ભાઈના કોઈ સગા સંબંધી દવાખાનામાં દાખલ હોય અને તેમના ભોજનમાં વાપરી હોય), એ ડિસ્પોઝેબલ થાળીઓ, ડિસ્પોઝેબલ ગ્લાસ અને ચમચીઓ હતી. હુ થોડે આગળ નીકળ્યો ત્યા તે ભાઈ પક્ષીઓને ચણ નાખી રહ્યા હતા. ત્યારે મનમાં વિચાર આવ્યો કે, આવું કેમ? આ મારો અંગત અનુભવ છે. આપના સુચનો આવકાર્ય છે. -સા.બી.ઓઝા ૨૮૦૪૨૦૨૧૦૭૫૨૦૦ 9429562982 ozasagar@gmail.com
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser