અંજાર શહેર ઉપર મારા સસરા દ્વારા લખેલ રચના
-: અંજાર વંદના :-
“અંજાર” તુજ ઈન્તજાર, કેવો મળવા અનેરો ઉમંગ ઈન્તજાર,
સરળ, સાદગીભર્યા માનવી પૂનિત ધરા મળવા ઈન્તજાર,
બની આ ભૂમિ પૂણ્ય “દાદા અજયપાળ” ને વળી સતી તોરલે,
ને વળી ધરા પ્રકાશીતેજ પૂંજે ધૂણી ધખાવી સંત જેસલે,
અહોનિશ અભિષેક જ્યા “મકલેશ્વર”ને વળી “જડેશ્વર” ના થાય,
જ્યા માનવ મહેરામણે કેવો ઊમંગ “હર હર” મહાદેવ નાદ સંભળાય,
રણકેરી કંકણો ઝીણી, તીખી ઉડે અભ્રે જાણે ઝાકળ છવાઈ,
કેવી અનેરી શોભા, હૈયે ઉલ્લાસ જ્યા ચોમેર આનંદ છવાઈ,
વર્ષ બાર પૂર્વે ધરાધણણી, કલશોર કાલિમા કાળરાત્રી બની,
ચોમેર વિનાશ, નજર જ્યા પડે, અંજાર તુજ ભૂમી શોક મગ્ન બની,
દિગમુઢ બની બહાવરા લોક, દુ:ખશોક લોક હૈયે કાયમ રહ્યા,
નયને આંસુઓ સુકાયા, હ્રદયમાંથી ભાવો શૂન્યમાં સમાયા,
કરું છું વંદના યશનામ ધરતી, ઉમ્રભર તુજને વંદતો રહું,
યુગાન્તે પણ તવ કીર્તિગાથા, કાયમ રહે એ પ્રાર્થના કરતો રહું.
શ્રી એન.એમ. ઠાકર, ધ્રોલ
તા.૧૮-૨-૨૦૧૪