My dear valentine
આધુનિક દુનિયામાં ચાલતાં પ્રેમપવૅ પર સાત દિવસ નાં
નવાં નવાં ખર્ચ નહીં કરે તો પણ મને ચાલશે ...
બસ તું મને માત્ર મારાં મમ્મી-પપ્પા કરતાં પણ વધારે પ્રેમ કરજે તો આપણો પ્રેમ દરેક દિવસે વધશે .
મોંઘા રેસ્ટોરન્ટ કે કેફે માં જઈને કોફી ઓર્ડર નહીં કરે તો પણ મને ચાલશે...
બસ જ્યારે મને જરૂર હોય ત્યારે તું તારા હાથની ચા પીવડાવજે તો આપણો પ્રેમ દરેક દિવસે વધશે..
દરિયા કિનારે બેસીને આથમતા સુરજને જોવાનો જે આનંદ છે એ નહીં મળે તો પણ મને ચાલશે...
બસ આપણાં જીવનમાં ભરતી આવે કે ઓટ તું મારો હાથ પકડી રાખજે તો આપણો પ્રેમ દરેક દિવસે વધશે...
પૂર્ણિમા પર ચંદ્ર ની શીતળ ચાંદનીમાં એકબીજાનો હાથ પકડીને ચાલવાની જે મજા છે એ નહીં મળે તો પણ મને ચાલશે...
બસ આપણાં જીવનમાં આવતાં કાળા કાજળભર્યા અમાસ નાં અંધકાર માં તું મારી સાથે રહેજે તો આપણો પ્રેમ દરેક દિવસે વધશે...
વેકેશનમાં વિદેશપ્રવાસ માટે ફરવા જવાનો જે આનંદ છે નહીં મળે તો પણ મને ચાલશે...
બસ હું જ્યારે મારા ઘરે જવાનો વિચાર કરું ત્યારે તું પણ ખુશ થઈને મારી સાથે મારા ઘરે આવજે તો આપણો પ્રેમ દરેક દિવસે વધશે...
બીજા બધાં ની જેમ મોંધા ખર્ચ કરવાની કે કોઈ કિંમતી ભેંટ માટે ની અપેક્ષા જ નથી મારી...
બસ શિયાળાની ઠંડીમાં હુંફાળું આલિંગન માંગીશ,
ઉનાળાનાં તાપમાં ઠંડી સાંત્વના જંખીશ અને ચોમાસાનાં ધોધમાર વરસાદ માં તારા હાથની ચા ની માંગણી કરીશ.
આ બધી ઈચ્છાઓ સાથે હું ખાતરી આપું છું કે તારી કોઈક ખોટી વાતને પણ મારી સમજણ દ્વારા સુધારી લઈશ.પણ જેવા સાથે તેવા નો વ્યવહાર ક્યારેય નહીં કરું.તારી સાથે સારો ખરાબ દરેક દિવસને યાદગાર પ્રસંગ બનાવીશ પણ તારા વગર બીજો કોઈ પણ તહેવાર નહીં કરું.