લાગણીઓ વ્યક્તિને immature બનાવી દે છે..જો વ્યક્તિનો નો લાગણીઓ પર control ન હોય, અંકુશ ન હોય તો.!!
લાગણીઓમાં વહી વ્યક્તિ ઘણીવાર ખોટા નિર્ણયો લઈ લેતા હોય છે..જેની જાણ થતાં મોડું થઈ ગયુ હોય છે,અને કદાચ એ ભૂલ સુધારી પણ નથી શકાતી.પણ હા એ ભૂલમાંથી આપણે કંઈક શીખી જરૂર શકીએ છીએ,જો શીખવું હોય તો.!એ ભૂલ ને વાગોળતાં રહીને ત્યાં ને ત્યાં જ,એ જ પરિસ્થિતિમાં પણ રહી શકીએ છીએ અને એ ભૂલ માથી કઈ પણ શીખ્યા વિના ભવિષ્ય માં બીજીવાર પણ એ જ ભૂલ પણ કરી શકીએ છીએ.ટુંકમાં લાગણીશીલ હોવું ખોટું નથી. પણ હા લાગણીઓ પર અંકુશ ન હોવો એ જરૂર થી ખોટું છે.
-DrPalak Chandarana