Gujarati Quote in Poem by Irfan Juneja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❤️ યાદોનું વંટોળ ❤️
**********************

પ્રયત્નો કર્યાં પામવાના તને, પણ સફળ ન થયો હું,
અધૂરી તારી ચાહત સાથે, રોજ ઉદાસીમાં જીવ્યો હું,

વિચારોમાં તારા ભૂલી ભાન, ભટક્યો સાચા પંથેથી હું,
લાગણીઓને ઠાલવતા ઠાલવતા, અશ્રુઓથી ભીંજાયો હું,

ખુશીઓના માહોલથી રહી દૂર, પોતાને પંપાળતો રહ્યો હું,
એકલતાના વાદળોની વચ્ચે, પ્રેમની વાછટ શોધતો રહ્યો હું,

અડીખમ ઉભેલા મનને મારા, રોજ મનાવતો રહ્યો હું,
વાતો વાતોમાં યાદ કરી તને, લાચાર બની જીવતો રહ્યો હું,

કાગળ પર કલમને ટેકવી, શબ્દોને જોડતો રહ્યો હું,
પંક્તિએ પંક્તિએ બસ તારો જ, ઉલ્લેખ કરતો રહ્યો હું,

દોસ્તીના બંધનથી બંધાયો, તારા કહેવા પર જ હું,
તોડી બંધને જયારે ગયા તમે, તાંતણાઓ ભેગા કરતો રહ્યો હું,

છબી પર તારી હાથ ફેરવી, વ્હાલ કરતો રહ્યો હું,
ઉઘાડી આંખે રોજ તારા, સપનાઓ જોતો રહ્યો હું,

કવિતા લખી આજ મનને, હળવું કરતો રહ્યો હું,
શબ્દે શબ્દે ફક્ત તને જ, યાદ કરતો રહ્યો હું

**********
❣️ઈરફાન જુણેજા "ઇલ્હામ"❣️
(અમદાવાદ)

Gujarati Poem by Irfan Juneja : 111711351
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now