ચેન મારુ એ છોકરી લઈ ગઈ
સાથ સોગાત યાદની લઈ ગઈ
છે હજુ દર્દ તો યથાવત આ
ને હવા વાત એકલી લઈ ગઈ
છે ગજબની એની કબૂલાતો
રૂપિયો મૂકી પાવલી લઈ ગઈ
આ નગર સૂમસામ ભાસે છે
આપી પથ્થર એ રોશની લઈ ગઈ
એ ઉપરછલ્લુ સ્મિત આપીને
જાણુ ના એમ જીંદગી લઈ ગઈ
મુકેશ જોગી "પાગલ"
*ગામ પાદર અને નદી લઈ ગઈ *