ઘણો વિચાર કર્યા પછી આ પોસ્ટ લખી રહી છું..મને ખબર નથી કે તમારામાંથી કેટલા લોકો આ સાથે સહમત થશે.. પરંતુ તમારામાંથી હર એક વ્યક્તિએ ઓછામાં ઓછું એકવાર આ પોસ્ટ વાંચવી જોઈએ, ખાસ કરીને તે લોકો એ જે લોકો લગ્નની ઉંમરે છે અને તે બધા જ માતા-પિતા એ જેમનું બાળક કોઈના સાથે લગ્ન કરવા જઇ રહ્યું છે..તે દરેક એ એકવાર આ વાંચવું જોઈએ..
"આપણે હંમેશાં સાંભળીએ છીએ કે તે છોકરો બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે અને તે લગ્ન પહેલા બીજી છોકરી સાથે રિલેશનશીપ કરતો હતો..અથવા કોઈ છોકરી અન્ય છોકરા સાથે લગ્ન કરે છે, અને તેના લગ્ન પહેલા તે આ છોકરા સિવાય બીજા છોકરા સાથે સંબંધમાં હતી..ઘણીવાર સાંભળ્યું છે કે માતાપિતા અથવા છોકરા અથવા છોકરીએ તેના લગ્ન રદ કર્યા છે.. કારણ કે તેઓને ખબર પડી હતી કે કોઈ બીજા સાથે અફેર હતું.. મને વારંવાર આશ્ચર્ય થાય છે કે લગ્નને રદ કરવાનું શું આ એક માન્ય કારણ છે.? એક વ્યક્તિએ મને તે જ પૂછ્યું કે જો તમને જાણ થઈ કે તમારા ભાવિ જીવનસાથીનું કોઈ બીજા સાથે અફેર હતું તેના ભૂતકાળમાં, તો તમે શું કરશો. ?? તમે હજુ પણ તેની સાથે લગ્ન કરશો? અથવા પછી તમે તેને છોડશો. ?? મેં સરળ રીતે કહ્યું હતું કે મને પ્રમાણિકપણે કોઈ સમસ્યા.. નથી જો મારા ભવિષ્યના જીવનસાથીને તેના ભૂતકાળમાં કોઈ અફેર હોય..હું તે ચોક્કસ મારા હૃદયથી સ્વીકારીશ..તે વ્યક્તિ મને જોઈ રહ્યો હતો અને એક પણ શબ્દ બોલ્યા વિના મને પૂછ્યું કે કેવી રીતે. ?? અને મેં તેને કહ્યું કે તે તેનો ભૂતકાળ હતો..અને તે તેનો ભૂતકાળ જ હોવો જોઈએ..અને તે ભૂતકાળને ન તો અમારા વર્તમાન મા અને ન તો અમારા ભવિષ્યમાં દાખલ કરવો જોઈએ..દરેકની પાસે ભૂતકાળ હોય છે .. દરેકની પાસે એક વાર્તા હોય છે..આપણી ફરજ છે કે આપણે તેમને કાળજીપૂર્વક સાંભળવું અને તેમને યોગ્ય રીતે સમજવું અને તે હકીકતને બધી રીતે સ્વીકારવી..તેમના સંબંધ (ભૂતકાળનો સંબંધ) તૂટવા પાછળ ના કેટલાક ન્યાયી કારણો હોઈ શકે.. શક્ય છે કે સમાજ તેને તોડવા માટે મજબૂર બનાવે છે..શક્ય છે કે તેઓ એટલા પરિપક્વ છે કે તેઓ તેમના ભાવિને જાણે છે અને તેઓ પોતે જ તેનો અંત લાવે છે..સંભવત: બંનેને તે સબંધ નો અંત લાવવાની પરસ્પર સમજ છે..
કહેવાનું તાત્પર્ય ફક્ત એટલુ જ છે કે કોઈ પણ વ્યકિત જ્યારે કોઈ નવા સંબંધ મા જોડાય છે ત્યારે તેનો ભૂતકાળ બસ ફક્ત તેમનો ભૂતકાળ જ હોવો જોઈએ એ તેમનો વર્તમાન કે ભવિષ્ય ન હોવું જોઈએ..સાથે જ તે વ્યક્તિ પ્રમાણિક હોવી જોઈએ..હા બહાર થી ખબર પડે આપણાં સાથી ને એ પહેલાં પોતે જ કહેવું જોઈએ..એટલી હિંમત અને પ્રમાણિકતા હોવી જોઈએ દરેક વ્યક્તિમા,દરેક સંબંધમાં..અને એ દરેક વ્યક્તિ જેને પોતાનો ભૂતકાળ હોય એ સંપૂર્ણપણે સ્વીકારવો જોઈએ અને સંપૂર્ણપણે ભૂતકાળ ને ભૂતકાળ જ રાખવો જોઈએ..અને જો એ વ્યક્તિ તેના ભૂતકાળ ને સંપૂર્ણ રીતે ભૂલી,પ્રમાણિકતા થી આગળ વધવા માંગતી હોય તો તેને છૂટ છે તેમ કરવાની..શરત એક કે તે વ્યક્તિ નો ભૂતકાળ,ભૂતકાળ જ હોવો જોઈએ.."
Dr palak chandarana..