આવુ કેમ?
હમણા થોડા દિવસ પહેલાનો મારી નજર સામે બનેલો એક બનાવ કહેવાનું મન થાય છે. વાત એમ હતી કે મારી રોજની આદત મુજબ હુ સવારના ભાગમા સાયકલીંગ કરવા નીકળી પડ્યો. લગભગ આઠ વાગ્યા હતા.
હુ રોજના સાયકલીંગ રૂટ પર જઈ રહ્યો હતો. વાતાવરણ ખુશનુમા લાગી રહ્યું હતુ. રસ્તામાં ઘણા લોકો ચાલવા નીકળી પડ્યા હતા. કામ ધંધાવાળા લોકો પોત પોતાના કામે જ્વા નીકળી રહ્યા હતા. અમુક દુકાનોવાળા દુકાનમા સાફ સફાઈ કરી રહ્યા હતા. રસ્તા પર કચરો ભેગો કરીને ડમ્પ કરવાની ટ્રોલીઓ રાખેલી છે. આવી જ બે-ત્રણ ટ્રોલીઓ મારા સાયકલીંગના રૂટ પર આવતી હતી.
થોડે આગળ જતા જ એક સોસાયટી વિસ્તાર આવે છે. ત્યા મકાનો ઘણા બધા છે પણ સવારના એ સમયે લોકોની ઓછી અવરજવર રહેતી હોય છે. એજ સમયે, એ રસ્તા પર એક બાઈકવાળા ભાઈ થોડી સ્પીડમાં મારી આગળ નીકળ્યા. આગળ જઈને તે એક બંધ મકાન પાસે ઊભા રહ્યા અને બાઈકના હુકમાં બાંધેલ પ્લાસ્ટિકની બેગ એ બંધ મકાન પાસે ફેંકીને તરત જ ત્યાંથી જતા રહ્યા. હુ સાઈકલમાં હતો, મેં ધ્યાનથી જોયું તો એ પ્લાસ્ટિકની બેગમાં જમવાની ૧૫-૨૦ ડિસ્પોઝેબલ થાળીઓ જે વપરાયેલ હતી (કદાચ એ ભાઈના કોઈ સગા સંબંધી દવાખાનામાં દાખલ હોય અને તેમના ભોજનમાં વાપરી હોય), એ ડિસ્પોઝેબલ થાળીઓ, ડિસ્પોઝેબલ ગ્લાસ અને ચમચીઓ હતી.
હુ થોડે આગળ નીકળ્યો ત્યા તે ભાઈ પક્ષીઓને ચણ નાખી રહ્યા હતા. ત્યારે મનમાં વિચાર આવ્યો કે, આવું કેમ?
આ મારો અંગત અનુભવ છે. આપના સુચનો આવકાર્ય છે.
-સા.બી.ઓઝા ૨૮૦૪૨૦૨૧૦૭૫૨૦૦
9429562982
ozasagar@gmail.com