અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને..
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને..
ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને..
મરજી થી તારી ગઈ છે તું મનફાવે ત્યારે યાર,
ખુલ્લા છે દ્વાર આવવાની છૂટ છે તને..🌹🌹