*માનવ અવસર અણમોલ છે,મંગળ મુક્તિનો દ્વાર*
*બળદેવ માનવને ધન્ય છે,જેના દેવ ઇચ્છે દિદાર*
માનવદેહ પ્રાપ્ત થયો તે અમુલ્ય અવસર તથા મંગળ મુક્તિ નો દ્વાર છે.આ દેહ થી જ ભવબંધન માથી છુટી શકાય છે.પૂજ્ય બળદેવ દાસ બાપુ જણાવે છે કૅ માનવ જન્મ મા ઇશ્વર ના પદની પ્રાપ્તિ થૈ શકે છે.આ અવસર નો સદઉપયોગ નહિ થાય તો પ્રાપ્ત થયેલ અમુલ્ય અવસર એળે જશે.અને માથે લખ ચોરાસી નો ભાર રહેશે.માટે ચીત્ત ને દ્રશ્ય પ્રપંચ માથી દુર કરી ને અદ્રશ્ય વસ્તુ ને ઓળખો.
જ્યા સુધી આયુષ્ય રુપી દિવો પ્રગટે છે ત્યા સુધી સર્વે પોતપોતાનુ આત્મધન કબ્જે કરી લેજો.નહિ તો બાજી બગડી જશે
આત્મધન પ્રાપ્ત કરવા માટે જ આ માનવમણિ રુપી અવસર પ્રાપ્ત થયો છે.તેની અપાર સત્તા છે.આખા જગતમા તેનો જ પ્રકાશ છે.
( પૂજ્ય બળદેવદાસ બાપા )
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻