મિત્રો
આમ તો હું અર્થશાસ્ત્ર ના વિષયનો ગ્રેજ્યુએટ છું અને હેલ્થ પ્રોફેશન મા હાલ સેનેટરી ઇન્સ્પેકટર છું. આમ તો મને કવિતાઓ લખવાનો ખૂબ શોખ હતો પરંતુ ૬ વર્ષથી લખવાનું બંધ કરી દીધું હતું. પરંતુ તાજેતરમાં હુ અને મારા પત્ની થોડા સમયથી એક બીજા થી દૂર થયા. એટલે ફરી એ જ મારા વિચારો પ્રગટ થયા અને હુ વિચારોના વમળમાં ગુંટાતો ગયો. ત્યાર પછી ફરી આ કવિતાઓ લખવાનો સિલસિલો ચાલુ થઈ ગયો...લખવાના કારણે આજે મને ઘણું પોઝિટિવ લાગણીઓ થવા લાગી અને આ જ કારણે હુ ફરી મારા જૂના અંદાજમાં પાછો ફર્યો. આભાર મારી પત્ની નો કે એના કારણે મને ફરી વાર લખવાનો મોકો મળ્યો. એ મારી પાસે પાછા ફરશે કે નહિ એ મને નથી ખબર પણ એમના કારણે હુ ફરી સાહિત્ય સાથે જોડાઈ ગયો.
જીવનમાં લોકોને ઘણા શોખ હોય છે પરંતુ સાહિત્યના વિષય મા લખવાથી આપણા પોતાના વિચારોને કાગળ પર કંડારવા થી ઘણું સકારાત્મકતા આવે છે. અને રોજ નવા વિચારોના કારણે મન પણ હળવું ફૂલ થઇ જાય છે.