કારણ વિના ધરી તમારો હાથ - હાથમાં
ભીની ભીની રેતી ઉપર બે- ત્રણ ડગલાં ચાલ્યાં તે દિ'
સરકાવી લઈ હથેળીઓની, રેખા કાંઠે વેરી દાઈ ને
તમે અમારા આવ્યાં દરિયા ખાળ્યા તે દિ'
થઈ શકતી તી વાત.. કે જેમાં
સૂરજ જેવા સૂરજ ને અવઢવ જાગે
કે ડૂબી જાઉં કે ઊભો રહી જઉં
પળ થોભીને જોઉં જરા કે આ ને જાણ માં ક્યાંક જરી
અવકાશ મળે કે હૈયે ઠરીને સૂતો થઈ જાઉં
ત્યાં જન્મેલા સઘળાં શબ્દો
તમે આપણા અવકાશો માં ફંગોળી દઈ
વગર બોલતાં ચાલ્યાં તે દી'
- ધ્રુવ ગીત
જયશ્રી કૃષ્ણ