Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુનિયા એ આપેલ સિતમની હસી ઉડાવું છું,
હું રોજ નવા જખમ સાથે જીવી બતાવું છું.

શરત મહોબતમાં પણ અનેક કરી છે તેમને,
લ્યો વગર મોતે એમની ખાતર મરી બતાવું છું.

અશ્રુ અને હાસ્યનો અંદાજ એક થઈ ગયો,
ખૂબ નહિ ક્યારે કઈ હું મહેફિલ સજાવું છું.

દિલમાં ધરબાઈ ગયેલા શ્વાસની છે કવિતા,
તમે બસ વાહ કરજો, ને હું લખી બતાવું છું.

આ ફીઝા પણ કેટલી ખુશનુમા થઈ ગઈ છે!
તે ચમનના અરમાનો સાથે હું જલી જાઉં છું.

ઘણા સમય પછી રચાઈ રહી છે એ ગઝલ,
અશ્રુઓ ની શાહી છે, ને કાગળ ભીંજાવું છું.

જ્યાં શ્વાસ લેવો પણ હરામ થઈ ગયો છે હવે,
એવી વિરાન જગ્યામાં ખુદનું જીવન વિરાવું છું.

તમે જે જે આપો એ તમામ પીવા તૈયાર રહ્યો,
ઝેર હોઈ કે અમૃત હોઈ સરળતાથી પચાવું છું.

ગણીને આપ્યા છે શ્વાસ મને ઓહ ખુદા તમે,
નથી રાખ્યો એકપણ ખુદનો, તમામ લૂંટાવું છું.

તમે થાકી ને આત્મહત્યા કરી લીધી બોજથી,
દાદ તો આપો હું ધરતી વર્ષોથી તમને ઉઠાવું છું.

કિતાબ તો જીવનની ખુલ્લી રાખી છે જગતમાં,
તમે શોધી લેજો હું શબ્દોમાં રાજ છુપાવું છું.

વર્તમાન પત્રો જેવું બની ગયું છે જીવન મારુ,
સવારે વાંચવું છું ને સાંજે પસ્તીમાં વહેંચાવું છું.

આ એક જ કવિતામાં ઘણું ઘણું કહ્યું છે અમે,
તમે કહો છું હું અંગત વાતો ને આમ છુપાવું છું.

છે અનેક પ્રસંગો જીવનના, લખ્યા એક પેનથી,
છું મનોજ નાનો શાયર, બસ ધર્મ નિભાવુ છું.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111592525
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now