મારી બચપણ ની સખી કરુણા જે અમે પ્રાથમિક શિક્ષણ જોડે કરેલું. ધોરણ 5 માં આવી ત્યારે એના શરીર ની ચામડી નો રંગ બદલવા લાગ્યો અને લાલ ચામડી માંથી સફેદ થઈ ગઈ..
બચપણ થી ચિત્ર દોરવાનો ભારે શોખ હતો.. અને મહેંદી પણ ખુબ સરસ મુક્તી. મમ્મી અને ભાઇ બહેન ની જવાબદારી એના પર હતી. ભણવાની સાથે એ મહેંદી મુક્તી અને મહેંદીના કોન વહેંચી ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી. પપ્પા હતાં પણ એ જુદા રહેતા હતાં. ક્યારેય પોતાના પરિવાર ને મદદ કરતા નહીં અને ખબર અંતર પણ ન રાખતા.
કરુણાને દરેક પ્રકારની મહેદી મુકતા આવડે. દુલ્હન ની મહેંદી હોય કે સગાઇની. કોઈપણ સારા પ્રસંગો માં કરુણા ની મહેંદી માટે પહેલી થી નામ અને તારીખ લાખવવી પડે... જાત જાતની ને ભાત ભાતની પ્રસંગ ને અનુરૂપ મહેંદી મૂકી આપે. જુદી જુદી ડિઝાઈનો મગજની મેમરીમાં કોમ્પ્યુટરની જેમ ફિટ. ખુબ ઝડપ થી મહેંદી મૂકે. ગામ કરતા બહાર ગામના ઓડર ખુબ આવતા. ઘણી વખત હું એની સાથે પણ જતી અને પૂછતી કે તું આટલી ઝડપ થી સારી કામગીરી કેમ કરી શકે છે? ત્યારે તે જવાબ આપતી માથે પર જવાબદારી આવે ત્યારે બધું ઓછા સમય માં કામ આવડી જાય..
આ વ્યવસાય માં ખુબ સારા રૂપિયા મળતા. પોતે એક પિતા ની ભૂમિકા નિભાવીને પોતાની નાની બેન અને ભાઇ ના લગ્ન કર્યા..
પોતે આગળ ભણતી ગઈ. બી. એડ. એમ. એડ. પૂરું કર્યું અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં સરકારી નોકરીમાં લાગી ગઈ.. પોતે આજીવન કુંવારા રહી મમ્મી સાથે રહેવાનું નક્કી કર્યું.. વર્ષો પછી એના પપ્પા એની સાથે રહેવા આવી ગયા.. ધીરજ ના ફળ મીઠા.
આજ આખો પરિવાર સુખે થી જોડે રહે છે.. પણ મહેંદી મુકવાનું આજે પણ કામ કરે છે.
✍️હેત