ગીતા-૧
ધુતરાષ્ટ્ર સંજય ને પૂછે છે....હે સંજય, ધર્મક્ષેત્ર કૂરુક્ષેત્ર મા યુદ્ધ માટે ઉત્સાહી મારા તથા પાન્ડૂ પૂત્રો એ શુ કર્યું ?
મોહ,લાલસા માણસ ને અંધ બનાવી નાખે છે.ધુતરાષ્ટ્ર પોતે એક ટેમ્પરરી-કાર્યકારી રાજા હતા.પણ ખુરશી ની લાલશા એ એને અંધ બનાવ્યો હતો સાથે સાથે વગર મહેનતે મળેલ રાજપાટ ની કિંમત કોઈ કરતું નથી.. આપણી પ્રજા એનૂ ઉદાહરણ છે જ.
તે ખુદ પૂછે છે કે 'યુદ્ધ માટે ઉત્સાહી મારા પુત્રો' ...આ જ યુધ્ધ નુ કારણ બને છે.અંધ ની પ્રજા પણ આન્ધળી જ હોય છે માટે એમને પણ સતા સિવાય કંઈ પણ દૈખાતુ નથી. 'રાજા કા બેટા હી રાજા બનેગા' .. એ પ્રમાણે ટેલેન્ટ હોય કે ન હોય તો પણ હુ જ વારસો જાળવીશ એવી ભાવના થી પણ આપણે પરિચિત છીએ.
સાર :- મોહ અને લાલચ , વગર મહેનતે મળેલ ફળ.
#ઉત્સાહી