Quotes by yeash shah in Bitesapp read free

yeash shah

yeash shah Matrubharti Verified

@yashibc123gmail.com135615
(114)

એક અછાંદસ કવિતા

એક છોકરો

ઉમર વર્ષ 16

ઘણો સમજદાર

મુખ તેનું ભરાવદાર

ગમે એને એની જ શાળામાં

ભણતી એક છોકરી

દેખાવે સુંદર, સ્વભાવે ચંચળ

બુદ્ધિમાન અને હસમુખ સરળ

છોકરો રહે ચૂપ. મન માં ઘણો મૂંઝાય

વાત તેની સાથે કરતા મન ઘણું શરમાય

છોકરી ના મિત્રો ઘણા, પણ એ છોકરો

એના માટે હજીય એક કોયડો, જુએ એને

ઘણી વાર, પોતાના માં જ ડૂબેલો, સ્મિત કરે

એની સામે ઘણી વાર ,પણ એ આંખ ફેરવી લે.

મળ્યું એકવાર સારો અવસર , મળી ગયા બન્ને

એક શાંત પુસ્તકાલય ના નિર્જન ખૂણા માં

આંખો મળી. અને હાથ પકડી લીધો છોકરી એ

છોકરો ઘણો શરમાય , હાથ છોડાવા મથે.

ત્યાં તો છોકરી હસે અને એને માથે ટપલી મારી

ફરીથી એનો હાથ પકડે.. કહે કેમ શરમાય

મિત્રતા કરીશ , મારી સાથે? એમ એનાથી પૂછાય

છોકરો હા, પાડી ને પોતે જ પોતાના પર હરખાય

બન્ને હરે , ફરે, મોજ,મજા ને મસ્તી કરે...

અને ત્યાર પછી છોકરો ક્યારેય સંકોચ ન કરે.

બોધ એટલો જ કે ભય અને સંકોચ ના કવચ

ને તોડી થાવ થોડા અસુરક્ષિત.. તો જ સંબધ

બનશે મનગમતો અને રહેશો સદા નિશ્ચિંત

Read More

Moon Chart Reading

epost thumb

તફાવત જીવ અને શિવનો

જીવ ને જીવન
શિવ ને સ્મશાન
જીવ ને પ્રાણ
શિવ ને રામ
જીવ ને શ્વાસ
શિવ ને  સીતા
જીવ ની કાયા
શિવની માયા
જીવ ને પ્રેમ
શિવ ને ભક્તિ
જીવ ની સૃષ્ટિ
શિવ ની પુષ્ટિ
જીવ ને સંજોગ
શિવ ને યોગ
જીવ ને કંચન
શિવને ભજન
જીવ ને ખપ
શિવ ને તપ
જીવ ને આરોગ્ય
શિવ ને વૈરાગ્ય
જીવ ને ચાંદી
શિવ ને નંદી
જીવ ને માં - બાપ
શિવ ને પુણ્ય -પાપ
જીવ ને  સંસાર
શિવ ને અસાર
જીવ ને પ્રકૃતિ અને કુદરત
શિવ ને સુકૃતિ અને વિકૃતિ
જીવ ને શરાબ
શિવ ને ભાંગ
જીવ ને જોખમ બળાત્કાર
શિવ નો ફાયદો ચમત્કાર
જીવ ની યુક્તિ
શિવ ની શક્તિ
જીવ ને સંપત્તિ
શિવ ને વિપત્તિ
જીવ ને સંભોગ
શિવ ને વિયોગ
જીવ ને પૌરુષત્વ અને સ્ત્રીતત્વ
શિવ ને અર્ધનારીત્વ
જીવ ને બાગ
શિવ ને નાગ
જીવ ને સર્જન
શિવ ને સંહાર
જીવ ને દાન અર્પણ
શિવ ને કલ્યાણ
જીવ ને જન્મ
શિવ ને અવતાર
જીવ ને સેવાભાવ
શિવ ને પૂજ્યભાવ

Read More

બુદ્ધિ+ કર્મ+ સંગત= ભાગ્ય
બુદ્ધિ= સંગત+ પ્રશિક્ષણ+ માન્યતાઓ+ અનુભવ
સંગત= પરિવાર + શાળા + ધર્મ+ સમાજ+ મિત્રો + સગાસંબંધીઓ
કર્મ= વર્તન+ આચરણ
પ્રારબ્ધ = ( ભાગ્ય+ સંતોષ) કર્મો ની દિશા અને પરિણામો નો સમૂહ
- yeash shah

Read More